મોરબીમાં રેશનિંગ બાબતે મામલતદાર કચેરીએ ભીડ ઉમટી : પોલીસે ટોળું વિખેર્યું

- text


રેશનિંગ વિતરણમાં અસમજભરી સ્થિતિના કારણે લોકોએ ઉગ્ર રોષ સાથે બળાપો ઠાલવ્યો

મોરબી : મોરબીમાં આજે રેશનિંગની દુકાનોમાં રેશનિંગના વિતરણમાં સર્જાયેલી અસમંજભરી સ્થિતિના કારણે રોષે ભરેલા જુદાજુદા વિસ્તારના લોકો તાલુકા સેવા સદન ખાતે આવેલ મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા. લોકોની ભીડ ઉમટી પડતા પોલીસને દરમ્યાનગીરી કરવી પડી હતી. પોલીસે દોડી જઈને મામલતદાર કચેરીએ ટોળાને વિખેર્યું હતું. જો કે રેશનિંગ વિતરણમાં સર્જાયેલી અવ્યવસ્થા અંગે લોકોએ રોષ સાથે બળાપો ઠાલવ્યો હતો.

મોરબીમાં આજે રેશનિંગની દુકાનોમાં રાશન વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા કેટલાક મહિનાથી રાશન ન લીધું હોય અને રાશન કાર્ડ લોક થયું હોય એવા લોકોને રાશન મળવાનું નથી અને રાશન ચાલુ હોય તેવા રાશનધારકોને લાભ મળશે, તેવુ છેલ્લી ઘડીએ જાહેરાતની સ્થિતિમાં આજે ઘણા બધા લોકો રેશનિંગની દુકાને રાશન લેવા ઉમટી પડ્યા હતા. આટલી મોટી ભીડ ઊમટતા રેશનિંગના દુકાનદારો પણ યોગ્ય જવાબ ન આપતા હોવાની ફરિયાદ ઉઠી હતી. જો કે કેટલાક રેશનિંગ દુકાનદારોએ લોકોને મામલતદાર કચેરીએ સિક્કો મરાવી લેવાનું કહેતા જુદાજુદા પછાત વિસ્તારોના લોકોના ટોળાં મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા.

- text

મામલતદાર કચેરીએ મોટી ભીડ ઉમટી પડતા પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે દોડી જઈને લોકોના ટોળાને વિખર્યા હતા. જો કે લોકોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે બધાને રાશન દેવું ન હતું તો ખોટી જાહેરાત કેમ કરી, ઘડીક રેશનિંગની દુકાને અને મામલતદાર કચેરીએ ખોટા ધક્કા કરાવીને ગરીબ માણસોને કેમ હેરાન કરો છો? તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે મામલતદારે સ્પષ્ટતા કરી હતી કે જે લોકો રેગ્યુલર રેશનિંગની દુકાને રેશનિંગ મેળવતા હશે તેમને જ આ લાભ મળશે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text