ટંકારાના 2901 અને ગ્રામ્યના 8153 રેશનકાર્ડધારકોને રેશનિંગનો જથ્થો વિનામૂલ્યે મળશે

- text


ટંકારા : ટંકારા શહેરના 2901 અને ગ્રામ્યના 8153 એન.એફ.એસ એ. રેશનકાર્ડ ધારકોને આવતીકાલથી ત્રણ દિવસ સુધી ઘઉં, ચોખા, ખાંડ, દાળ સહિતનો રેશનિંગનો જથ્થો વિનામૂલ્યે મળશે. જે લાભાર્થીઓને દર મહિને રેશનિંગનો જથ્થો મળે છે તેમને જ આ લાભ મળશે. તેથી, લોકડાઉનનું ચુસ્ત અમલ જળવાઈ રહે તે માટે રેશનિંગની દુકાને જથ્થો લેવા આવનાર લોકોને ભીડ ન કરવા અને સામાજિક અંતર રાખવાની અપીલ કરવામાં આવી છે. રેશનિંગના જથ્થાના વિતરણમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે સરપંચ, શિક્ષક, સભ્ય અને સુરક્ષા જવાનો સહિતના હાજર રહેશે.

- text

કોરોનાના લઈને લોકડાઉન ચાલતું હોવાથી સરકાર દ્વારા ગરીબ લોકોને વિનામૂલ્યે અનાજની સામગ્રી મળી રહે તે માટે આવતીકાલથી ત્રણ દિવસ સુધી વિનામૂલ્યે રેશનકાર્ડ ધારકોને રેશનિંગનો જથ્થાનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે. આથી, આવતીકાલથી તમામ રેશનિંગની દુકાનોમાં વિનામૂલ્યે અનાજના જથ્થાનું વિતરણ કરાશે. જેમાં ટંકારા શહેરના 2901 અને ગ્રામ્યના 8153 એન.એફ.એસ એ.રેશનકાર્ડ ધારકોને આવતીકાલથી ત્રણ દિવસ સુધી ઘઉં, ચોખા ,ખાંડ ,દાળ મિઠુ સહિતનો રેશનિંગનો જથ્થો વિનામૂલ્યે મળશે અને કોરોનાને લઈને લોકોને ભીડ ન કરવા અને એકબીજા વચ્ચે અંતર રાખવાની અપીલ કરવામાં આવી છે. તદ્ઉપરાંત જે લોકોને પ્રતિ મહીને રેશન મળે છે એજ લોકો ને આ લાભ મળશે અન્ય કાર્ડ ધારકો એ પુછતાછ અર્થે કે અન્ય કારણે ભીડ ન કરવા પુરવઠા અધિકારી હિનાબેનએ જણાવ્યું છે.

- text