વાંકાનેરના મૃતક વૃદ્ધનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

- text


મોરબીના એક શંકાસ્પદ અને 3 દિલ્હી વાળાના રિપોર્ટ હવે આવશે

વાંકાનેર : વાંકાનેરના એક વૃદ્ધને અન્ય જૂની બીમારીની સાથે કોરોનાના શંકાસ્પદ લક્ષણો હતા અને તેમનું રાજકોટ સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે મૃતકના સેમ્પલ લઈ કોરોનાના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રને રાહત થઈ છે.

આરોગ્ય વિભાગે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ,વાંકાનેરના 65 વર્ષના વૃદ્ધને જૂની બીમારીઓની સાથે શરદી, ઉધરસ, તાવની બીમારીઓ હોવાથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે આરોગ્ય તંત્રએ તકેદારીના ભાગરૂપે મૃતકના સેમ્પલ લઈને કોરોના રિપોર્ટ માટે જામનગર મોકલાવમાં આવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબીમાં હજુ પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. અને હાલમાં મોરબીના એક શંકાસ્પદ અને 3 દિલ્હી વારાના રિપોર્ટ હવે સાંજ સુધીમાં આવશે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text