મોરબી જીલ્લાની B.ed. સ્વનિર્ભર કોલેજો દ્વારા કોરોના રાહત ફંડમાં બે લાખથી વધુનું અનુદાન

- text


મોરબી : હાલ કોરોના વાયરસને સંકટના ટાળવા જબરદસ્ત લડાઈ ચાલી રહી છે. આ લડાઈમાં સરકારને મદદરૂપ થવા માટે તમામ કક્ષાએ સરકારને ઉદારહાથે અનુદાન આપવામાં આવી રહ્યું છે અને દાનની અવિરતપણે સરવાણી ચાલુ છે ત્યારે મોરબી જીલ્લા બી.એડ. સ્વનિર્ભર કોલેજો દ્વારા મુખ્યમંત્રી રાહતનિધી ફંડમા બે લાખથી વધુનુ અનુદાન આપવામાં આવ્યું છે. કોરોના વાઈરસને પગલે ઉદભવેલ સંજોગો સામે સરકારે લડત માંડી છે અને રાહત ફંડ માટે અપીલ કરી છે. એવા સંજોગોમા મોરબી જિલ્લાની 8 જેટલી ખાનગી બી એડ કોલેજ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધી ફંડમા રૂ. 2,02,505 જેટલી માતબર રકમ જીલ્લા કલેકટરને ચેક આપી અર્પણ કરી છે.

- text

મોરબી જિલ્લા સ્વનિર્ભર બી.એડ. કોલેજ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જે અનુદાન જમા કરાયું, તેમાં મોરબીની નવયુગ બી.એડ કોલેજ દ્વારા રૂ. 25,501, ટંકારાની મહર્ષિ દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ દ્વારા રૂ. 25,501, હળવદની તક્ષશિલા બી.એડ કોલેજ દ્વારા રૂ. 25,501, મોરબીની એપેક્ષ બી.એડ કોલેજ દ્વારા રૂ.25,501, હળવદની પારગંત બી.એડ. કોલેજ દ્વારા રૂ. 25,000, મોરબીની આર્યતેજ બી.એડ. કોલેજ દ્વારા રૂ.25,000, મોરબીની પ્રભાબેન પટેલ બી.એડ કોલેજ દ્વારા રૂ. 25,000 અને મોરબીની જોધપર નદી એમ.પી.પટેલ બી.એડ કોલેજ દ્વારા રૂ. 25,501 નું અનુદાન મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવ્યું હતું.

- text