લોકડાઉનના જાહેરનામાનો ભંગ બદલ મોરબી જિલ્લામાં 55 લોકો સામે ગુન્હો નોંધાયો

- text


એ.ડીવી.માં 26, બી.ડીવી.માં 19, મોરબી તાલુકામાં 3, વાંકાનેર સીટીમાં 2 ઈંટના ભઠ્ઠા, વાંકાનેર તાલુકામાં 2, ટંકારામાં 2 તથા માળીયા મી.માં 1 ગુન્હો દાખલ

મોરબી : 21 દિવસના લોકડાઉનના સાતમા દિવસે મોરબી જિલ્લામાંથી અલગ અલગ રીતે જાહેરનામાનો ભંગ કરતા કુલ 55 લોકોને ઝડપી પાડી પોલીસે તમામ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

જે મુજબ મોરબી સીટી એ ડીવીઝન વિસ્તારમાંથી મુન્નાભાઈ દિલુભા ગુઢડા, રાહુલભાઈ મલાભાઇ હડિયલ, રમેશભાઈ ઉર્ફે સુખો ટપુભાઈ સીતાપરા, મુકેશભાઈ ચકુભાઈ સારલા, સુરેશભાઈ ગોવિંદભાઈ પરમારને માધાપર ઝાંપા પાસેથી તથા મુસ્તાકભાઈ બાબાભાઈ માજોઠી, અલ્તાફભાઈ હુસેનભાઇ થારિયાણી, કાનજીભાઈ નવઘણભાઈ ચાવડા, અઝરુદ્દીન હારૂનભાઇ ભટ્ટી, યુનુસભાઇ મહમદભાઇ માજોઠીને કાલીકા પ્લોટ, નર્મદ હોલની પાછળની શેરીમાં રસ્તા પરથી તથા અશરફ જુમાભાઈ કોડિયા, આસિફભાઇ રહીમભાઈ ખલીફા, સુઝાત ઈમ્તિયાઝખાન યુસુફજાઇ, ફારૂક મહમદભાઇ સૈયદ, અલ્તાફભાઈ ઈસ્માઈલભાઈ પિલુડીયા, આબિદભાઈ હુસેનભાઇ પીલુડીયા, રફિકભાઈ યુસુફભાઈ ઠેબાને જુના બસ સ્ટેન્ડ પાસેથી, તથા મહેશભાઈ ખીમજીભાઈ કલોલા, ઈસ્માઈલભાઈ જુસબભાઈ મુશાણી, મુસ્તાકભાઈ ગફારભાઈ સેવગીયા, હનીફભાઇ હાજીવલીભાઇ સેવાન્ગીયાને ગ્રીન ચોકમાં જાહેરમાં રોડ પરથી, તથા મનોજભાઈ કિશોરભાઈ ખારેચા, રામદેવસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, અનિલભાઈ કુવરજીભાઈ ગોધવયા, ધવલભાઇ હેમરાજભાઈ મંડાણી, મનીષભાઈ ભરતભાઈ અંગોલાને શનાળા રોડ, જી.આઈ.ડી.સી પાસેથી જાહેરમાં એકઠા થતા ઝડપી પાડી આઇપીસી કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરાયો છે.

જયરર મોરબી સીટી બી. ડિવિઝન વિસ્તારમાંથી બાલુભાઈ ધનજીભાઈ કલોલાને ભાગ્યલક્ષ્મી સોસાયટીના ખૂણા પર સાંઈ હેરડ્રેસર નામની પોતાની વાળંદની દુકાન ચાલુ રાખતા તથા રાહુલભાઈ કાનજીભાઈ દેગામા, રાજેશભાઈ કાળુભાઈ દેગામા, ગોવિંદભાઈ કેશુભાઈ ડાભી, ભાર્ગવભાઈ કમલેશભાઈ શુકલ, સાગરભાઇ પ્રકાશ ભાઈ સોલંકીને વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીના ખૂણા પર સાંઈ હર ડ્રેસર નામની દુકાન પાસે વાળ કપાપવા એકઠા થવા બદલ, તથા સુભાષભાઈ પ્રવિણચંદ્ર દવે, સાગરભાઇ ભુદરભાઈ લાડોલા, બીપીનભાઈ લક્ષ્મીદાસ ધમસાણી, નારણભાઈ હીરાલાલ કડીવાર, પ્રભુભાઈ ગાંડુભાઈ અઠેવાળી, જગદીશભાઇ છગનભાઇ સારદીયાને મહેન્દ્રનગર, ઉગામણા ઝાંપા પાસેથી, તથા રામજીભાઈ કરશનભાઈ વકાતર, ભરતભાઈ ચંદુભાઈ સનુરા, રવિભાઈ કનુભાઈ ગૌસ્વામી, અજયભાઈ બુટાભાઈ વકાતર, રામસિંહ માનસિંહ ભોજવીયા, નિલેશભાઈ વેલજીભાઈ ધામેચા, બીપીનભાઈ ધનજીભાઈ ચારોલાને મહેન્દ્રનગર, ઉમાવિલેજ પાસે જાહેર રોડ પરથી જાહેરનામાનો ભંગ કરતા ઝડપી પાડ્યા છે.

- text

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ પ્રાણજીવનભાઈ ભાલોડીયાને ચાચાપર ગામ પાસે પોતાના ગેરેજ પરથી, તથા હંસરાજભાઈ ઉર્ફે હસુભાઈ બકાલી લાલજીભાઈ આદ્રોજાને જુના ઘુટુ ગામેથી ગણેશ પાન સેન્ટર નામની દુકાન ચાલુ રાખવા બદલ, તથા અજય ચંદુભાઈ સોલંકીને પાવડીયારી કેનાલ પાસેથી શાકભાજીની લારી પર વધુ લોકોને એકઠા કરવા બદલ ઝડપી તેઓના વિરુદ્ધ લોકડાઉનના જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરેલ છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હસમુખભાઈ અરજણભાઈ બરાસરાને જડેશ્વર રોડ, એસ્સાર પેટ્રોલપંપ પાછળ આવેલા ઈટના ભઠ્ઠામાં બહારથી મજૂરો બોલાવી કામ કરાવતા, તથા નટુભાઈ ગોરધનભાઈ ભલસોડને પણ જડેશ્વર રોડ એસ્સાર પેટ્રોલપંપ પાછળ આવેલી જગ્યામાંથી બહારથી મજૂર બોલાવી કામ કરાવતા પકડીને જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરેલ છે.

આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અશોકભાઈ રવજીભાઈ બારૈયાને ઢૂંવા માટેલ રોડ પાસે આવેલા સ્ટેફીના સીરામીકની સામે આવેલા ખોડીયાર ચેમ્બરમાં પોતાની બજરંગ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન નજીક ગ્રાહકો એકઠા કરતા તથા મનોજ ભાઈ લક્ષ્મણ ભાઈ સીતાપરાને તીથવા ગામે પાનની દુકાન ચાલુ રાખતા બન્નેની સામે લોકડાઉનનો ભંગ કરવા બદલ ગુન્હો દાખલ કરાયો છે.

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુસ્તાકભાઈ જીવાભાઈ ગઢવાળાને ટોળ ગામે મફતીયાપરા પાસે પાન-ફાકીની દુકાન ખુલ્લી રાખતા તથા ઝાકીર હુસૈન મહંમદ શેરસીયાને ટોળ ગામે સેવા સહકારી મંડળીની બાજુમાં પાન પાનની દુકાન ખુલ્લી રાખતાં ઉપરોક્ત બન્ને શખ્સો સામે લોકડાઉનના ઉલ્લંધનનો ગુન્હો દાખલ કરાયો છે.

જ્યારે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનની હદમાં ધરમશીભાઈ ભુદરભાઈ ભોરણીયા પોતાની આઇસર ગાડીમાં માણસો ભરીને પેસેન્જરોનું પરિવહન કરતાં માળીયા જામનગર રોડ પર મોટી બરાર ગામના પાટિયા પાસેથી ઝડપાયો હતો જેની સામે પણ લોકડાઉનના ભંગ બદલ ગુન્હો દાખલ કરાયો છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text