હળવદના ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી કોરોનાની લડત માટે રૂ. 25 લાખ ફાળવ્યા

- text


લોકડાઉન જાહેર થયા બાદ સતત હળવદના તમામ વિસ્તારો અને રણકાંઠાના વિસ્તારોમાં જરૂરિયાત મંદોને રાશન કીટ, ફૂડ પેકેટ અને જમવાની અવિરતપણે સેવા આપતા ધારાસભ્ય

હળવદ : હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા કોરોનાના સંકટમાંથી હળવદવાસીઓને હેમખેમ ઉગારવા માટે લોકડાઉન જાહેર થયું ત્યારથી ઘરે જવાનું છોડી દઈને જરૂરિયાત મંદોને સતત સેવા માટે ખડેપગે રહ્યા છે. તેમણે લોકડાઉન જાહેર થયા બાદ સતત હળવદના તમામ વિસ્તારો અને રણકાંઠાના વિસ્તારોમાં જરૂરિયાતમંદોને રાશન કીટ, ફૂડ પેકેટ અને જમવાની અવિરતપણે સેવા આપી રહ્યા છે ત્યારે તેઓએ પોતાની ગ્રાન્ટમાંથી કોરોના સામેની લડાઈ માટે રૂ. 25 લાખ ફાળવ્યા છે.

- text

હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયાએ સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાંથી રૂ. 25 લાખ રકમ કોરોના સામે લડત માટે ફાળવી છે. તેમણે પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 25 લાખની માતબર રકમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ હેઠળની સ્ટેટ હેલ્થ સોસાયટી ગુજરાતને કોરોના સંક્રમણને અટકવવા અને જરૂરી સારવાર હેતુ માટે અપર્ણ કરવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ આફતની ઘડીમાં તેઓ સાચા લોકનેતા બનીને ઉભરી આવ્યા છે. જેમાં જ્યારથી લોકડાઉન જાહેર થયું છે ત્યારથી જ લોકોની સેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. હળવદના તમામ સામાન્ય વર્ગના લોકો તેમના રણકાંઠાના લોકોની ચિંતા કરીને સતત હળવદના તમામ વિસ્તારોની મુલાકત લઈને તમામ જરૂરિયાતમંદોને રાશન કીટ તેમજ ભોજન કરાવી અને લોકોની સતત સેવા કરીને એક સાચા લોકનેતા હોવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text