મોરબીમાં લોકડાઉનની ફરજની સાથે પોલીસ કરે છે વૃદ્ધ-અશક્ત દર્દીઓની સેવા

- text


સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવતા લોકોને બેસાડી બિસ્કિટ અને માસ્ક આપીને ઘરે પહોંચડવાની વ્યવસ્થા કરે છે.

મોરબી : મોરબીમાં સમગ્ર પોલીસ સ્ટાફ લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવા સતત ખડેપગે રહ્યો છે. ત્યારે એક પોલીસમેનની લોકડાઉનની ફરજ સાથે વૃદ્ધ, અશક્ત દર્દીઓની સેવા કરતા હોવાની સરાહનીય બાબત સામે આવી છે. આ પોલીસમેન સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવતા લોકોને બેસાડી બિસ્કિટ અને માસ્ક આપીને ઘરે પહોંચડવાની વ્યવસ્થા કરે છે.

મોરબીના ગાંધીચોક હાલ લોકડાઉનની ફરજ નિભવતા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ રાણા ફરજની સાથે માનવ ધર્મ પણ સુપરે અદા કરી રહ્યા છે. જેમાં ગાંધીચોકમાં જ આવેલી સિવિલ હોસ્પિટલમાં અનેક અશક્ત વૃદ્ધો સહિતના અનેક સામાન્ય વર્ગના દર્દીઓ જરૂરી દવા તથા સારવાર લેવા આવતા હોય છે. પણ હાલ લોકડાઉનને કારણે વાહન પરિવહન ઠપ્પ છે. આથી, આ વૃદ્ધો અને ગરીબ દર્દીઓને હોસ્પિટલમાંથી દવા લીધા બાદ ઘરે પહોંચવામાં તકલીફ પડે છે. ઘણા વૃદ્ધ તો એટલી હદે અશક્ત હોય છે કે તેઓ ચાલી પણ શકતા નથી. તેથી, આ પોલીસમેન આવા લોકોની વહારે આવીને અશક્ત વૃદ્ધો સહિતના દર્દીઓને પોતાની ફરજ પરની જગ્યાના બાકડા પર શાંતિથી બેસાડી પાણી પીવડાવીને બિસ્કિટ આપે છે.

- text

એ ઉપરાંત ત્યાંથી રસ્તે નીકળતા લોકોને પણ બિસ્કિટનું વિતરણ કરે છે. તેઓ સ્વખર્ચે આશરે દરરોજ 1 હજાર જેટલા બિસ્કિટ અને જરૂરી માસ્કનું પણ વિતરણ કરે છે. ઉપરાંત જરૂરી કામે નીકળેલી રીક્ષાઓને રોકીને આ અશક્ત વૃદ્ધોને ઘરે પહોંચાડે છે. ત્યારે લોકડાઉનમાં ફરજની સાથે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું આ પોલીસમેનનું સેવાકાર્ય બિરદાવવા લાયક છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text