સેલ્ફ લોકડાઉન : સજનપરના ગ્રામજનોએ તમામ માર્ગો બંધ કર્યા : અજાણ્યાને પ્રવેશવા પર મનાઈ

- text


ગ્રામ પંચાયતના મહિલા સરપંચની અધ્યક્ષતામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા સમિતીની રચના કરવામાં આવી

ટંકારા : સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાની મહામારીને પહોચી વળવા સરકારના લોકડાઉન જાહેરનામાનો ભંગ ન થાય અને ગામ સુરક્ષિત રહે તે હેતુથી લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરી ગામના જાગૃત મહિલા સરપંચે કાર્યકરોની નવ વ્યક્તિની સમિતી બનાવી છે. તેમજ ગામની કિલ્લેબંધી અને તમામ માર્ગ સીલ તેમજ અજાણ્યા માણસો માટે નો-એન્ટ્રી કરવામાં આવી છે.

- text

ટંકારા તાલુકાના સજનપર ગ્રામપંચાયતના મહિલા સરપંચ શ્રીમતિ ભાવનાબેન અશોકભાઈ બરાસરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ કોરોના વાયરસનો હાહાકાર છે અને સરકારના જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા તાકિદની બેઠક બોલાવી ગામના જાગૃત નાગરીકોની નવ વ્યક્તિની સમિતી બનાવી કોઈપણ અજાણ્યા ચમરબંધીને ગામમાં પ્રવેશ ન આપવો તેમજ ગામના લોકોને પણ ઘર બહાર શેરી-ગલીઅોમાં મિટીંગો તેમજ ચહલપહલ ન કરવા જણાવ્યું હતું. વધુમાં, ગામની કરીયાણાની કે શાકભાજીની જીવનજરુરિયાતની દુકાનો પણ સમય મર્યાદામાં ખુલી રાખવા સમય ફાળવ્યો છે. તેનો અમલ કરવા તેમજ કાયદાની રુએ નહી રહેનારને કાયદાના પાઠ ભણાવતા પણ ગ્રામપંચાયત ખચકાશે નહી તેવી સ્પસ્ટ શબ્દોમાં ચિમકી ઉચ્ચારી છે.

- text