મોરબીના બુઢ્ઢાબાવાની શેરીને સ્થાનિકોએ જાતે જ લોકડાઉન કરી

- text


મોરબી : 21 દિવસના ભારત લોકડાઉનનો આજે છઠ્ઠો દિવસ છે. ઘણા લોકો આ નિયંત્રણને અવગણીને મુસીબતને આમંત્રણ આપી રહ્યા છે ત્યારે મોરબીના એક વિસ્તારની શેરીને સ્થાનીય રહીશોએ જાતે જ લોકડાઉન કરી અન્યો માટે પ્રેરણાત્મક વાતાવરણ સર્જ્યું છે.

- text

મોરબીમાં આવેલ બુઢ્ઢાબાવાની સમગ્ર શેરીને સ્થાનીય રહીશોએ રવિવારના દિવસથી સ્વંય લોકડાઉન જાહેર કરી છે. હવેથી જ્યાં સુધી લોકડાઉન અમલમાં રહેશે ત્યાં સુધી બહારના કોઈ પણ વ્યક્તિને ખાસ કામ સિવાય અને શેરીના અગ્રણી વ્યક્તિની મંજૂરી વગર આ શેરીમાં પ્રવેશ આપવામાં આવે નહીં. સાથોસાથ શેરીનાં સ્થાનીય રહીશોને પણ ખાસ કામ સિવાય શેરીની બહાર ન જવા માટે અપીલ કરવામાં આવી છે તેવું બુઢ્ઢાબાવા શેરીના રહીશ કેયુર પંડ્યાએ જણાવ્યું છે.

- text