લોકડાઉન દરમિયાન ફરજની સાથે માનવતા મહેકાવતી હળવદ તથા માળીયા (મી.) પોલીસ

- text


હળવદ, માળીયા (મી.) : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય જે અનુસંધાને દેશભરમાં લોકડાઉન કરવામાં આવેલ છે. જે અનુસંધાને મોરબી જીલ્લાના તમામ તાલકાના પોલીસ સ્ટેશનનો સ્ટાફ કોરોના વાયરસની મહામારીને હિસાબે તથા ગુજરાત રાજયના લોકડાઉનના બંદોબસ્ત અનુસંધાને સઘન ચેકીંગ કરી રહ્યા છે.

આ દરમ્યાન હળવદના સુખપર ગામે રહેતા મજુર દિનેશભાઇ રમુભાઇ રાઠવાની પત્નિ રમીલાબેનની તબીયત ખરાબ થતા, તેઓને હળવદની હોસ્પીટલમાં લાવવામાં આવેલ હતા. બાદમાં તેઓની સારવાર કરાવ્યા બાદ તેઓને પરત પોતાના ગામ સુખપર જવું હતું પરંતુ લોકડાઉનની પરિસ્થિતીને હિસાબે તેઓને પરત જવા કોઇ વાહન મળતુ ન હતુ ત્યારે હળવદ પોલીસ સ્ટેશનના સરકારી વાહનમાં તેઓને બેસાડી તેઓના ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપેલ હતી. આમ, મહિલા દર્દીને મદદ કરી હળવદ પોલીસે માનવતાની મહેક પ્રસરાવી માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ હતુ.

- text

આ ઉપરાંત, મોરબી જીલ્લાના માળીયા પો.સ્ટે. દ્રારા દેવ સોલ્ટ માળીયાના સહયોગથી તથા પોલીસના સેવાકીય માનવ અભિગમથી માળીયા ટાઉનમાં રહેતા અપંગ વ્યકિતઓ, વૃધ્ધ વ્યકિતઓ, સફાઇ કામદારો, અંધ વ્યકિતઓ તથા એકલવાયુ જીવન જીવતા વૃધ્ધ માણસોને કે જેઓનો કોઇ આશરો નથી તેવા કુલ 15 વ્યકિતઓને શોધી કાઢી તેઓને 10 દિવસ સુધી ચાલે તેટલી રાશનની કીટ કે જેમાં તેલ, મસાલો,શાકભાજી તથા રોજ બરોજની જીવન જરૂરીયાત વસ્તુઓનો સમાવેશ થાય છે. તેવી વસ્તુઓની કીટ બનાવી તેઓને વિતરણ કરવામાં આવેલ છે. આમ, લોકડાઉનની પરીસ્થિતિમાં માળીયા પોલીસ દ્રારા પણ માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text