મોરબીમાંથી હવે મજૂરોને જિલ્લા બહાર મોકલાશે નહિ : મામતલદારની સ્પષ્ટતા

- text


એસટીમાં શ્રમિકોને ગઈકાલે તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરાયા બાદ આ વ્યવસ્થા અંગે સતત ફોન આવતા મામલતદારની સ્પષ્ટતા

મોરબી : મોરબીમાંથી પરપ્રાંતીય મજૂરોની હિજરત અટકાવવા માટે ગઈકાલે તંત્ર દ્વારા આવા શ્રમિકોને એસટી બસમાં તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી. બાદમાં હવે પછી ફરી ક્યારે એસટીની વ્યવસ્થા કરાશે તે અંગે સતત ફોન ચાલુ રહેતા સીટી મામલતદાર રૂપાપરાએ સ્પષ્ટતા કરી હતી કે હવે પછી કોઈ શ્રમિકોને જિલ્લા બહાર મોકલવામાં આવશે નહિ અને મજૂરોને જે તે ફેક્ટરીમાં જ તેના માલિકોએ સાચવાની જવાબદારી નિભવવાની રહેશે.

- text

મોરબીમાં કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની ગંભીર પરિસ્થિતિ વચ્ચે મોરબી જિલ્લામાં રહેતા બહાર મજૂરો પગપાળા જ પોતાના વતનની વાટ પકડી રહ્યા છે. કોરોનાના જોખમને કારણે જિલ્લા વહીવટી તંત્રએ પણ ગંભીરતાથી આ બાબતે પગલાં ભર્યા છે અને પરપ્રાંતીય મજૂરો માટે જિલ્લાના અલગ અલગ સ્થળે રહેઠાણની પણ વ્યવસ્થા કરી છે. ત્યારે મજૂરોને વતન જવાની જરૂરિયાત ઉભી થતા તેઓ વતન સલામત રીતે પહોંચી શકે તે માટે તંત્ર દ્વારા એસટી બસોને વ્યવસ્થા કરી હતી અને ગઈકાલે 15 એસટી બસો મજુરોને લઈને તેમના વતન પહોંચડાવા રવાના થઈ હતી. ત્યારે ફરી ક્યારે બસ ચાલુ થશે તે અંગે તંત્રને સતત ફોન રણકતા રહ્યા છે. તેથી સીટી મામલતદાર રૂપાપરાએ સ્પષ્ટતા કરી હતી કે હવે કોઈ મજૂરોને તેમના વતન મોકલાશે નહિ. ગઈકાલે જે મજૂરો જરૂરિયાત વાળા હતા તેને એક સાથે મોકલી દેવાયા છે. હવે મજૂરોને જે તે ફેક્ટરીમાં જ તેમના માલિકોને સાચવવાના રહેશે. હવે કોઈ મજૂરોને જિલ્લા બહાર જવા દેવામાં અહીં આવે તેમ તેમણે જણાવ્યું હતું.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text