મોરબી શહેર પર નજર રાખવા વધુ ડ્રોન કેમેરા ગોઠવાશે : ડ્રોનની ઝપટે ચડેલા 3 સામે ગુન્હા નોંધાયા

- text


મોરબી : લોકડાઉનની સ્થિતિ વચ્ચે ઘણા લોકો ટોળટપ્પા કરવા એકઠા થતા હોય પોલીસ શેરી ગલીઓમાં જઈ લોકોને લોકડાઉનનું પાલન કરવા ફરી રહી છે. ત્યારે ઘણા લોકો પોતાના એપાર્ટમેન્ટની અગાસીઓ પર એકઠા થઇ આદર્શ લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. નાગરિકો લોકડાઉનને અને તેની જરૂરિયાતને હજુ પણ ગંભીરતાથી નથી લઈ રહ્યા. ત્યારે મોરબી શહેરમાં હાલ મોરબી પોલીસ બે ડ્રોન કેમેરાની મદદ વડે દરેક વિસ્તારમાં બાજ નજર રાખી રહી છે. જરૂરિયાત મુજબ હજુ વધુ ડ્રોન કેમેરા ઉપલબદ્ધ કરાવવામાં આવશે. ડ્રોન કેમેરાથી લોકો પર નજર રાખવાનું શરૂ થયા બાદ તેની મદદ વડે ઓળખાયેલા ઘણા લોકો પર લોકડાઉન ભંગ કરવાના કેસો કરવામાં આવ્યા છે. ડ્રોન કેમેરા દ્વારા થતું પેટ્રોલિંગ અસરકારક બન્યું છે ત્યારે લોકોને એપાર્ટમેન્ટના ધાબા પર પણ એકઠા ન થવા તંત્રએ તાકીદ કરી છે. મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ડ્રોનની ઝપટે ચડેલા 3 લોકો સામે ગુન્હા નોંધ્યા છે. પોલીસે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text