મોરબીવાસીઓને ઘરે બેઠા જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા તંત્ર વ્યવસ્થા કરશે

- text


લોકો ઘરેથી ઓર્ડર આપે એ મુજબ વસ્તુઓ તેમના ઘર સુધી વેપારીઓ જ પહોંચાડશે : અધિક કલેકટર

મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે હાલાકી ન પડે અને સલામતીને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મોરબીવાસીઓ ઘરે બેઠા જ જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહેશે અને લોકો ઘરેથી ઓર્ડર આપે એ મુજબ વસ્તુઓ તેમના ઘર સુધી વેપારીઓ જ પહોંચાડશે તેમ અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું છે.

- text

મોરબીમાં લોકોને લોકડાઉન દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે અગવડતા ન પડે અને લોકો ઘરોમાં જ રહીને ઘરે બેઠા જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવી શકે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મોરબીવાસીઓને ઘરે બેઠા જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે એવી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને વેપારીઓ લોકોને ઘરે બેઠા જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડી શકે તે માટે તંત્ર દ્વારા જિલ્લામાં દૂધ, શાકભાજી અને કરિયાણાના દુકાનદારોને પાસ ઇસ્યુ કરવામાં આવશે. તેથી, લોકો ઘરેથી ઓર્ડર આપે એ મુજબ વસ્તુઓ તેમના ઘર સુધી વેપારીઓ જ પહોંચાડશે. આ અંગે એકાદ દિવસમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાશે તેવું જાણવા મળ્યું છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text