મોરબી : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઇન્સીડન્ટ કમાન્ડરના પાવર અપાયા

- text


ભારત સરકારના ગૃહ વિભાગની એડવાઇઝરીનું પાલન ન કરનાર સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરી શકશે 

મોરબી : લોકડાઉન દરમ્યાન લોકોની બિનજરૂરી અવર-જવર બંધ કરવા જરૂરી કાર્યવાહી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને ઇન્સીડન્ટ કમાન્ડર તરીકે નિમણૂક આપવામાં આવી છે. હાલની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના વાઇરસ મહામારીને અટકાવવા મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા ઇન્સીડન્ટ કમાન્ડરની નિમણૂંક કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ એડવાઇઝરીનું પાલન કરાવવા અને સંકલન કરવા માટે મોરબી જિલ્લામાં ઇન્સીડન્ટ કમાન્ડર તરીકે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તથા સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટોની નિમણૂંક કરવામાં આવી છે. ઇન્સીડન્ટ કમાન્ડર તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં લોકોની બિનજરૂરી અવર-જવર, હેર-ફેર બંધ થાય તે સુનિશ્ચિત કરશે.

- text

આ ઉપરાંત જીવન જરૂરિયાત ચીજવસ્તુ જેવી કે કરિયાણા, શાકભાજી, ફળ-ફળાદી, દવાઓ વગેરેનું વિતરણ સરળતાથી તેમજ સૂચારૂ રીતે થાય તે મુજબની વ્યવસ્થા ગોઠવવા તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુ લોકોને બહાર નીકળ્યા સિવાય ઘરે મળી રહે તે માટે હોમ ડિલિવરીની વ્યવસ્થા થાય તે માટે જે તે એસોસીએશન સાથે બેઠકો કરી આયોજન પણ કરશે. લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ માટે પાસની વ્યવ્સ્થા “ઇન્સીડન્ટ કમાન્ડર” દ્વારા કરાશે. પોલિસ કર્મચારીઓ સાથે સંકલનમાં રહીને સરકારના હુકમોનું પાલન ન કરનાર વ્યક્તિ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરી શકશે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text