દાદુ ફાઉન્ડેશન દ્વારા મોરબી અને ટંકારામાં સુરક્ષા કર્મીઓને માસ્કનું વિતરણ

- text


ટંકારા : દાદુ ફાઉન્ડેશન -મોરબી દ્વારા લોકડાઉન ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓને કોરોના સામે રક્ષણ આપવા માટે સેવાકીય કાર્ય હાથ ધરીને સતત બીજા દિવસે મોરબીના નવા બસ સ્ટેશન ,રવાપર રોડ ,સ્ટેશન રોડ અને ટંકારામાં તાલુકા પંચાયત ,પોલીસ સ્ટેશન ,મામલતદાર કચેરીએ સેવા આપતા કર્મચારીઓને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે દાદુ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ કુલદીપ ચાવડાએ કોરોના સામેની લડાઈ માટે લોકડાઉન અને સરકારના તમામ નિયમોનું લોકોને ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી જરૂર પડયે સેવા માટે ખડેપગે રહેવાનું જણાવ્યું હતું.તેમજ આ સેવાકાર્યમાં જોડાયેલા ટેક્નોસ્ટાર,માધવ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.તથા ટેક્નોસ્ટાર દ્વારા શરૂ કરાયેલ ઓનલાઈન ટેકનોલોજી શિક્ષણમાં વધુને વધુ વિધાર્થીઓ જોડાય તેવી અપીલ કરી હતી.

- text