શિવનગર પ્રા. શાળાનો વિદ્યાર્થી NMMS પરીક્ષામાં ઉતીર્ણ

- text


મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે નેશલન મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થઈ મેરીટ લિસ્ટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીઓને ધો. ૯ થી ૧૨ સુધીના અભ્યાસક્રમ દરમ્યાન દર માસે રૂ. 1000 શિષ્યવૃત્તિ એટલે કે કુલ 48,000 જેટલી માતબર રકમ સરકાર તરફથી આપવામાં આવે છે. તાજેતરમાં જ વર્ષે 2019 માં લેવાયેલ NMMS પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી તાલુકાના શિવનગર ગામની સરકારી શિવનગર પ્રાથમિક શાળાના ધોરણ 8 નો વિદ્યાર્થી ગાંભવા સોહમ હિતેષભાઈ એ 150 ગુણ સાથે પરીક્ષા પાસ કરી મેરીટમાં સ્થાન મેળવી સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ રેન્ક મેળવેલ છે. આ તકે શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

- text