મોરબીના નિર્મલ વિદ્યાલયનો શિષ્યવૃતિ અને પ્રખરતા શોધ કસોટીમાં દબદબો

મોરબી : મોરબીના સાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નિર્મલ વિદ્યાલય અને સેન્ટર પોઇન્ટ વિદ્યાલયના છાત્રોનો શિષ્યવૃતિ અને પ્રખરતા શોધ કસોટીમાં દબદબો રહ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષામાં જિલ્લામાં પટેલ આયુષી પ્રથમ ક્રમાંકે, અગોલા હર્ષિલ બીજા ક્રમાંકે, એરણિયા કેવિન ત્રીજા નંબરે, બાવરવા પ્રીત ચોથા ક્રમાંકે, કાંજીયા મીરલ છઠ્ઠા ક્રમાંકે તથા કગથરા જય નવમાં ક્રમાંકે ઉતીર્ણ થયા હતા.

આ ઉપરાંત, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ કસોટીમાં પટેલ આયુષીએ પ્રથમ, મેરજા કૃપાએ ચોથું, બાવરવા પ્રીતએ છઠ્ઠું, સદાતિયાં રીશીતએ આઠમું, વિરમગામા શ્રેયાએ નવમું તથા કાંજીયા મીરલએ દસમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જે બદલ શાળા પરિવાર દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવેલ છે.