મોરબીમાં કોરોના સામે સલામતી માટે ઉદ્યોગકારોએ શુ કરવું?: સિરામિક એસો.એ જાહેર કરી એડવાઈઝરી

- text


લોડિંગ, અનલોડિંગ અને બિલિંગ સહિતના વિભાગોમાં રજા રાખીને રવિવારે જનતા કરફ્યુમાં જોડાવવા ઉદ્યોગકારોને આહવાન

મોરબી : વૈશ્વિક બજાર સાથે સીધી રીતે જોડાયેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ હાલના કોરોનાના કહેરથી બચવા શુ કરવું જોઈએ અને શુ ન કરવું જોઈએ તે માર્ગદર્શન આપવા માટે મોરબી સિરામિક એસોસિએશને ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. જે એડવાઈઝરીનું ચુસ્તપણે પાલન કરીને પોતાને, પોતાના પરિવારને તેમજ સમગ્ર મોરબીને કોરોનાને દૂર રાખવા સિરામિક એસોસિએશને ભારપૂર્વક અપીલ કરી છે.

  • મોરબી સિરામિક એસોસિએશને જાહેર કરેલી એડવાઇઝરી

અત્યારે વૈશ્વિક મહામારી સામે સલામતી રાખવા માટે મોરબી સીરામીક એસોસિએશન પણ કટિબદ્ધ છે અત્યારે મોરબીના દરેક ઉદ્યોગકારો દ્વારા માસ્ક વિતરણ તેમજ બીજા જરૂરી પગલાં લેવાય તે માટે આ એડવાઇઝરી જાહેર કરીયે છીએ આજે આ વૈશ્વિક મહામારીની કોઈ દવા ન હોય ત્યારે સર્વે ઉદ્યોગકારોને નમ્ર અપીલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 22 તારીખે સવારે 7 વાગ્યા થી સાંજના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુની વાત કરી તેમાં મોરબીની સલામતી માટે જનતા કર્ફ્યુમાં જોડાવવુ. દરેક ઉદ્યોગકારો 22 તારીખે કોઈ પણ લોડિંગ, અનલોડિંગ,બિલિંગ, તેમજ બીજા જે ફરજીયાતના હોય તે તમામ વિભાગોમાં રજા રાખશો તેવી વિનંતી છે. અમે સરકાર દ્વારા જે પણ સૂચના આવે તેને અનુસરવા માટે તૈયાર છીએ ત્યારે અમુક બાબતો તકેદારીના ભાગરૂપે જ્યાં સુધી કોરોનાનો હાહાકાર કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી લેવાના છે તે મુદ્દ્દા નીચે મુજબ છે

(1) દરેક કારીગરો પાસે માસ્ક પહોંચે અને જાહેર દરેક જગ્યાએ હેન્ડ વોશિંગ માટે વ્યવસ્થા કરવી

(2)દેશ કે વિદેશથી કોઈ પણ ગ્રાહક / તેમજ સપ્લાઇયર પ્લાન્ટ ની મુલાકાતે કે પેમેન્ટ કે ઓર્ડર માટે રૂબરૂ ના આવે તેના માટે તાત્કાલિક જાણ કરવી

(3)કોઈ પણ લોકો ને જો ફરજીયાત આવવાનું થાય ત્યારે ગેટથી જ તેમને માસ્ક અને હાથ ધોઈને જ પ્રવેશ આપવો

(4)કોઈ પણ લોડિંગ અને અનલોડીંગ કરવા આવનાર ટ્રક ડ્રાઈવર અને કન્ડકટરને પણ ફરજીયાત હેન્ડવોશ કરાવવા અને તે ટ્રકને મૂકીને લોકો થી દૂર રહે તે માટે વ્યવસ્થા કરવી

- text

(5)બિલિંગ બારી તેમજ લોડિંગ અનલોડીંગમાં તેમને મળનાર દરેક સ્ટાફ /વ્યક્તિ માસ્ક વાપરે સેનિટાઇઝર વાપરે

(6)કોન્ટ્રાકટર જે એક બીજા પ્લાન્ટ માં જતા હોય તેમને ખાસ શક્ય હોય તો એકજ ફેક્ટરીમાં રહેવાનું કહેવું

(7)વેપારીઓને એસોસિએશન દ્વારા પત્ર જશે કે મોરબી વિઝિટ કરવી નહિ તેમાં તમે પણ તમારા દ્વારા પત્ર લખી ને મોરબી આવતા રોકશો

(8)જાહેર મિટિંગ / બિઝનેસ ટુર ને ટાળવી

(10)બધાજ કારીગરોને વારાફરતી સૂચના આપીને તેમને સાવચેત કરવા

(11)શક્ય હોયતો કરિયાણું ,શાકભાજી , દૂધ જેવી જીવન જરૂરિયાત ચીજો પ્લાન્ટની કેન્ટીનમાં જ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવી

(12)કોઈ પણ વસ્તુનો વધુ સ્ટોક ન કરવો, જીવનજરૂરિયાત વસ્તુનો યોગ્ય માત્રામાં જરૂરિયાત મુજબ સ્ટોક રાખવો

(13)બીજા રાજ્યમાં પણ કોરોનાનો કહેર હોય ત્યાંથી આવતી દરેક વસ્તુને યોગ્ય રીતે સાફ કરી વાપરવી

(14)બહારની વસ્તુ ખાવાથી દૂર રહેવું, ન્યૂઝ પેપર મેગેઝીન જેવી બહારથી આવતી વસ્તુને મંગાવવી નહિ

(15)જેમાં ચાલે તેવા હોય તેમાં ઓપરેશન કે અન્ય રેગયુલર ચેકઅપ માટે દવાખાને ના જવું અને શરદી કે તાવ હોય તો તાત્કાલિક તેની સારવાર કરવી

(16) શક્ય હોય તો સ્ટાફને ઘરે થી જ કામ કરવાની સલાહ આપવી અને બધા પેમેન્ટ શક્ય હોય તો ઑનલાઈન કરવા

(17)ખોટી અફવાથી દૂર રહેવું

આ તમામ બાબતને તમારા દરેક ભાગીદાર તેમજ કારીગરો સિક્યુરિટી તેમજ દરેક લોકોને જાણ કરશો અને દરેક સૂચના હિન્દી અને ગુજરાતીમાં લખી ને જાહેર જગ્યા તેમજ પ્લાન્ટમાં મારવા અને કોરોનાની ગંભીરતા વિષે કારીગરો ને અને તમારી સાથે જોડાયેલ લોકોને અવગત કરવા સોશ્યિલ મીડિયામાં કોઈ પણ દહેશત ફેલાય તેવી ખોટી વિગતો લખવી મોકલવી કે ફોરવર્ડ કરવી તે કાનૂની ગુન્હો છે તો તે બાબતે પણ ધ્યાન દોરવું કોરોનાથી બચવા સરકાર દ્વારા આપવામાં આવતી સૂચના નું પાલન કરવું તેવી આપ સર્વેને નમ્ર અપીલ છે. તેમ મોરબી સીરામીક એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.

- text