મોરબી : કોરોના વાયરસના પગલે RTO કચેરીની ઓનલાઇન સેવાનો લાભ લેવા અપીલ

- text


વાહનમાલીકોને પડદા, શેતરંજી, પાથરણા અને વાહનની સાફ-સફાઇ કરવા અનુરોધ

મોરબી : કોરોના વાયરસથી ઊભી થયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી, ગાંધીનગર તથા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરી મોરબી, દ્ધારા તકેદારીના ભાગરૂપે આરટીઓ કચેરીના ઓનલાઇન પોર્ટલની સેવાનો લાભ લેવા અપીલ કરી છે.

મોરબી જિલ્લા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીએ અખબારી યાદીના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું છે કે, અનિવાર્ય જણાય તેવા સંજોગોમાં જ આરટીઓ કચેરીમાં જે તે અરજદારે જ મુલાકાત લેવી. અરજદારોને ઓનલાઈન અને કેશલેસ મળી શકતી વાહન સબંધી સેવાઓ જેવી કે લોન કેન્શલેશન, ડુપ્લીકેટ આરસી, સ્ક્રીન રિપોર્ટ, ટેક્ષ ભરપાઈ તથા લાયસન્સ સંબધી સેવાઓ જેવી કે લાયસન્સ રીન્યુ, ડુપ્લીકેટ લાયસન્સ, લાયસન્સ રીપ્લેસમેન્ટ જેવી સેવાઓનો સંબધીત વેબસાઈટ http://parivahan.gov.in પરથી લેવા અનુરોધ કર્યો છે.

- text

જિલ્લામાં નોંધાયેલ તમામ કોન્ટ્રાકટર કેરેજ, મેક્ષીકેબના વાહન માલીકોએ બસમાં લગાવેલ પડદા, શેતરંજી, પાથરણા વગેરે હટાવી લેવા અથવા પડદા, શેતરંજી, પાથરણા તથા વાહનની સાફ-સફાઈ કરવા જણાવ્યું છે. કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં જાહેર જનતાને સાથ સહકાર આપવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબી દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

- text