મોરબી : આલાપ રોડ ઉપર બેફામ પાણીનો બગાડ, સ્થાનિકોમાં રોષ

- text


પાઇપલાઈન તૂટી જવાથી લાંબા સમયથી પાણીનો બગાડ થવા છતાં તાબોટા પાડતું તંત્ર

મોરબી : મોરબીના આલાપ રોડ ઉપર બેફામ પાણીનો બગાડ થઈ રહ્યો છે. આલાપ રોડ પર પાઇપ લાઈન તૂટી જવાથી લાંબા સમયથી પાણીનો બગાડ થવા છતાં તંત્ર તાબોટા પાડતું હોવાથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

- text

મોરબીના આલાપ રોડ પર રહેતા લોકોએ તંત્ર સામે બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે આલાપ રોડ ઉપર લાંબા સમયથી પાણીની પાઇપ લાઈન તૂટી ગઈ છે. જેથી, પાણી વિતરણ સમયે દરરોજ પાણીનો બેફામ વેડફાટ થાય છે. આ વિસ્તારમાં પાણીના ખાબોચિયા ભરાઈ છે.લાંબા સમયથી અહીં દરરોજ બેફામ પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાલિકા તંત્રને અનેક રજુઆત કરવા છતાં અહીં તંત્રએ પાણીનો બગાડ અટકાવવાની કોઈ કાર્યવાહી ન કરતા દરરોજ કિંમતી મૂલ્યવાન પાણીનો થઈ રહેલા બગાડથી સ્થાનિકો ભારે રોષે ભરાયા છે. જો કે એકબાજુ તંત્ર પાણીના જતન માટે લોકોને સૂફીયાણી સલાહો આપે છે. બીજી બાજુ ખુદ તંત્ર પાણીનો બગાડ અટકાવવા કોઈ પગલાં ભરતું ન હોવાથી તંત્રની બેધારી નીતિ લોકોને અકળાવી રહી છે. ત્યારે તંત્ર પોતાની નિષ્ઠા જાળવી રાખવા આલાપ રોડ પર પાણીનો બગાડ અટકાવવા કોઈ ઠોસ કદમ ઉઠાવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે.

- text