મોરબીની સર્વોપરી શાળામાં પ્રતિભા સન્માન કાર્યક્રમ અને આનંદ મેળો યોજાયો

- text


મોરબી : મોરબીના સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં ગઈકાલે તા. 15ના રોજ વિદ્યાર્થી પ્રતિભા સન્માન કાર્યક્રમ અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

વિદ્યાર્થી પ્રતિભા સન્માન કાર્યક્રમમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વેશભૂષા, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તથા પ્રાચીન કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ બિઝનેસ મેનેજમેન્ટ શીખે તે હેતુથી શરબતો, ફ્રૂટ્સ સહિતના અનેક વૈવિધ્યસભર સ્ટોલમાં વેચાણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગ્રામ્ય જીવનની ઝાંખી થતી હતી. જે બાબત મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર હતી.

- text