જબલપુર પ્રાથમિક શાળામાં નો સ્મોકિંગ ડે અંગે છાત્રોને માહિતગાર કરાયા

- text


ટંકારા : ટંકારા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એમ. એન. પુંજાણીના માર્ગદર્શન હેઠળ તાલુકાના લીગલ એડવાઈઝર એમ. વી. બારૈયા, એડવોકેટ આર. ડી. ડાંગર, આસિસ્ટન્ટ પી. એમ. મહેતા, શાળાના આચાર્ય જીતુભાઇ બી. પટેલ તથા શિક્ષક પી. બી. સદાનીયાની ઉપસ્થિતિમાં નો સ્મોકિંગ ડે નિમિત્તે તેના અંગે વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ સ્મોકિંગ ના કરવાની સલાહ સાથે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

- text