મોરબીના આંગણે કાલે નિઃસંતાન દંપતિઓ માટે ડિવેરા આઇવીએફ સેન્ટરનો નિઃશુલ્ક કેમ્પ, રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ

- text


નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ એટલે આઇવીએફ ટેક્નોલોજી : રાજકોટના ડિવેરા આઇવીએફ સેન્ટર દ્વારા ચાલતા માતૃત્વ અભિયાન હેઠળ મોરબીમાં કેમ્પનું આયોજન : કેમ્પનો લાભ અચૂકપણે લેવા જેવો

(પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : આજના આધુનિક ટેક્નોલોજીના યુગમાં નિઃસંતાન દંપતીઓ માટે આઇવીએફ ટેક્નોલોજી આશીર્વાદ રૂપ છે અને કોઈપણ ઉંમરે માતૃત્વ પ્રાપ્ત કરાવી શકતી આ પદ્ધતિ અંગે લોકોને જાણકારી મળી રહે અને નિઃસંતાન દંપતી સંતાનસુખ પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા ધ્યેય સાથે મોરબીના આંગણે આવતીકાલે તા.15 માર્ચને રવિવારે રાજકોટના સુપ્રસીધ્ધ ડિવેરા આઇવીએફ સેન્ટરના તબીબ ડો.ભાવિન કમાણી અને ડો.રૂચા જોશી માતૃત્વ અભિયાન માટે નિઃશુલ્ક કેમ્પ લઈને આવી રહ્યા છે. આ કેમ્પનો લાભ લેવા જેવો છે. જેના રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ છે.

સ્ત્રીત્વ અને માતૃત્વ એ પરસ્પર એવી સંબંધિત હકીકત છે કે, માતૃત્વ પ્રાપ્ત કરનાર સ્ત્રી જ પૂર્ણ સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે, નહીં તો તે પૂર્ણ બનતી નથી. આથી જ દરેક સ્ત્રીની મુખ્ય ઝંખના બાળક પેદા કરવાની હોય છે. જ્યારે દરેક પુરુષ બાળકની ઝંખના રાખે છે. ત્યારે નિઃસંતાન દંપતિ દુઃખ અનુભવે છે. આમ છતાં આજના આધુનિક યુગમાં પણ નિઃસંતાનપણાને લઈ સમાજના ડરે નિઃસંતાન દંપતીઓ ખુલીને આગળ આવતા નથી. આ ગંભીર બાબતને લઈ રાજકોટના વિશ્વ પ્રસિદ્ધ ડિવેરા આઇવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા રીતસર માતૃત્વ અભિયાન છેડવામાં આવ્યું છે અને નિઃસંતાન દંપતીઓ માટે અભિશાપ નહીં પરંતુ મામૂલી ગણાતી આ બીમારી દૂર કરવા નેમ લેવામાં આવી છે.

ડિવેરા આઇવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના ડો.ભાવિન કમાણીના જણાવ્યા મુજબ તબીબી દૃષ્ટિએ જોઈએ તો પુરુષ કે સ્ત્રીની ખામીઓ સરખા પ્રમાણમાં હોય છે. જ્યારે 20 ટકા કેસમાં કોઈ પણ ખામી વગર દંપતિઓ નિઃસંતાનપણું ભોગવતા હોય છે. તબીબી દૃષ્ટિએ વ્યંધત્વ માટે સ્ત્રી તથા પુરુષોની ખામી સરખા પ્રમાણમાં જોવા મળી છે માટે વ્યંધત્વ માટે ફક્ત સ્ત્રીને જ જવાબદાર માનવી તે ભૂલ ભરેલું છે. વૈજ્ઞાનિક પરીક્ષણો, તપાસથી પુરુષ કે સ્ત્રીની ખામી તકલીફ શોધી સારવાર કરવાથી વ્યંધત્વ દૂર કરી શકાય છે. અને તેમના સેન્ટર દ્વારા રાજકોટ, ગુજરાત કે ભારત જ નહીં પરંતુ દેશ બહારથી પણ અત્યાર સુધીમાં 3000થી પણ વધુ દંપતીઓના ઘેર બાળકનો કિલકિલાટ ગુંજતો કરવામાં સફળતા મેળવી છે. વધુમાં તેઓની હોસ્પિટલમાં દર્દીઓને કૌટુંબિક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. કારણકે મેન્ટલી રિલેક્સ હોવાથી પ્રેગનન્સીના ચાન્સ ખૂબ વધી જતાં હોય છે.

- text

ડો.રૂચા જોશીએ જણાવ્યું કે ગુટકા, તમાકુ જેવી ખરાબ આદતો તેમજ હાલની રહેણી કહેણીના કારણે પુરુષોમાં શુક્રાણુંઓમાં કમી જોવા મળે છે. ઉપરાંત સ્ત્રીઓમાં પણ ગર્ભાશયમાં વિવિધ પ્રકારની ખામી જોવા મળે છે. ડિવેરા આઇવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં અતિ આધુનિક લેબ સુવિધા છે જ્યાં માનવ શરીર જેવા વાતાવરણમાં સફળતા પૂર્વક આઇવીએફ ટેક્નોલોજીના ઉપયોગ થકી નિઃસંતાન દંપતીને બાળક પ્રાપ્તિ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે. ખાસ કરીને શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં નિઃસંતાન દંપતીઓ સારવાર માટે આગળ આવતા ન હોય ડિવેરા આઇવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા માતૃત્વ પ્રાપ્તિ અભિયાન શરૂ કરાયું છે.

આ કેમ્પ આવતીકાલે તા.15 માર્ચને રવિવારના રોજ ડો.અરવિંદ મેરજાની જાનકી હોસ્પિટલ, પૃથ્વીરાજ પ્લોટ, પેટ્રોલપંપવાળી શેરી, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે યોજાનાર છે.આ કેમ્પ વિશે તમારા નજીકના સગા, સ્નેહી કે મિત્ર વર્તુળને જાણ કરો અને તેમને મદદરૂપ બનો. કેમ્પ નિઃશુલ્ક છે. જેનો લાભ લેવા માટે મો.નં. 81282 36151 અથવા 9408144569 ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

- text