મોરબીના ડો. ભાવેશ ઠોરીયા દ્વારા વોટ્સએપના માધ્યમથી ત્રાંસી ડોકવાળા બાળકોનું વિનામુલ્યે નિદાન કરાશે

- text


મોરબી શહેરમાં છેલ્લા ૧૮ વર્ષ થી કાર્યરત શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીક દ્વારા પ્રેરણાદાયી પહેલ

મોરબી : મોરબી શહેરમા છેલ્લા ૧૮ વર્ષથી કાર્યરત શહેરની સૌપ્રથમ ફીઝીયોથેરાપી ક્લીનીક શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીક દ્વારા એક અનોખી પહેલ કરવામા આવી છે. તબિબી પ્રેક્ટીસ સાથે સામાજીક જવાબદારીનુ હરહંમેશ વહન કરતા ડો. ભાવેશ ઠોરીયા દ્વારા જન્મજાત ત્રાસી કે એક બાજુ નમેલી ડોક ધરાવતા બાળકોની સોશિયલ મિડીયાના માધ્યમથી વિનામુલ્યે નિદાન કરવામા આવશે. ડો. ભાવેશ ઠોરીયા એ જણાવ્યુ છે કે પ્રવર્તમાન સમયમા નવજાત શિશુઓમા ત્રાસી કે નમેલી ડોક હોવાનુ પ્રમાણ વધી રહ્યુ છે. જેને મેડીકલની પરિભાષામા Torticolis કહે છે. જે તકલીફ સામાન્ય રીતે બાળક ૩ થી ૪ મહીનાનુ થાય ત્યારે નજરે પડે છે. જો આ તકલીફનું સમયસર નિદાન કરવામા ન આવે તો બાળકના ચહેરાના એક બાજુના સ્નાયુઓનો પુરતો વિકાસ થતો નથી તેમજ આંખ પર પણ તેની અસર જોવા મળે છે, પરંતુ આ તકલીફનું સમયસર નિદાન કરવામા આવે તો સચોટ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.

- text

બાળકમા રહેલી આ ખામી દુર કરવા શાંતિ ફીઝીયોથેરાપી દ્વારા સ્તુત્ય પગલુ લેવામા આવ્યુ છે. ૩ થી ૬ મહીનાના બાળકોમા જો આ રીતની તકલીફ હોય તો બાળકને બેસાડી તેની ડોક તથા ચહેરાનો આગળની બાજુએથી તથા પાછળની બાજુએથી ફોટો પાડી મો. નં. ૯૮૨૫૩ ૧૩૮૯૭ પર વોટ્સએપ કરવા જણાવ્યુ છે. બાળકને વોટ્સએપના માધ્યમથી વિનામુલ્યે નિદાન કરવામા આવશે. જરૂર પડ્યે વિડીયો કોલીંગ અથવા બાળકને રૂબરૂ તપાસી વિનામુલ્યે નિદાન કરવામા આવશે તેમ યાદીમા જણાવ્યુ છે.

- text