સીરામીક યુનિટમાં અકસ્માતે ઘાયલ થયેલા પરપ્રાંતીય યુવકનું સારવાર દરમ્યાન મોત

- text


મોરબી : જેતપર રોડ સ્થિત સીરામીક યુનિટમાં રીપેરીંગ કામ અર્થે રાજકોટથી આવેલા મૂળ યુપી.ના યુવકનું અકસ્માતે ઇજાગ્રસ્ત થતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. તાલુકા પોલીસે બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

- text

મૂળ યુ.પી. ના અને હાલ રાજકોટ ખાતે જંગલેશ્વર વિસ્તારની એકતા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય સૂક્ઇભાઈ દુરખનભાઈ પાસવાન બે દિવસ પૂર્વે મોરબીના જેતપર રોડ સ્થિત લાઈટ સીટી સીરામીકમાં કોઈ રીપેરીંગ કામ માટે આવ્યા હતા. જ્યાં કામ દરમ્યાન લોખંડની એન્ગલ તેના પર પડતા કમર અને હાથ પર ગંભીર ઇજા પહોંચી હતી. યુવાનને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત થતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત અંગેના કાગળો તૈયાર કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text