ટંકારામાં રૂપિયાની લેતીદેતી મામલે મારામારી

ટંકારા : ટંકારામાં લતીપર ચોકડી પાસે રૂપિયાની લેતીદેતી મામલે મારામારીનો બનાવ બન્યો હતો.

ગઈકાલે તા. 10ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં નંદલાલભાઇ ગણેશભાઇ ઘોડાસરા (ઉ.વ.-૫૦, ધંધો- નિવૃત, રહે. મોરબી આલાપ રોડ, પટેલનગર વ્રજ-વીલાશ એપાર્ટમેન્ટ, તા.જી.મોરબી)એ અજીમ (રહે. રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે તેના દિકરા વિકાસ પાસે પ્રશાંતભાઇ વાઘેલા (રહે. રાજકોટ)ને રૂપીયાની લેતી દેતી હોય, જેના કારણે વાતચીત કરવા પોતાને ટંકારા બોલાવી, તમારા દિકરા વિકાસ પાસે રૂપીયા લેવાના છે. તેનુ શું કરવુ છુ. તેમ આરોપીએ કહી ગાળો આપી, બે ઝાપટ મારી ફરીયાદી તથા તેના દિકરા વિકાસને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.