વાંકાનેર : 218 ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સો ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર પોલીસે ધુળેટી પર્વની લઈને ખાસ વોચ ગોઠવીને રંગોત્સવની રંગીન ઉજવણી માટે મગાવેલી 218 ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સો ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સૂચના અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજાના સુપરવિઝન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.એચ.એન રાઠોડ સહિતના પોલીસ સ્ટાફ વાંકાનેર વિસ્તારમાં દારૂની બદી નાબૂદ કરવા પેટ્રોલીંગ કરી રહ્યા હતા.ત્યારે લૂંણસર ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં કાર પસાર થતા કાર અટકાવીને તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે ઈંગ્લીશ દારૂની 170 બોટલ તથા અન્ય બ્રાન્ડની 48 બોટલ તથા કાર અને 3 મોબાઈલ મળીને કુલ રૂ.2.17 લાખના મુદામાલની સાથે આરોપીઓ સંજયભાઈ બાબુભાઇ ડાભી ,સમીર ઉર્ફે સની હરગોવિંદભાઈ કુકડીયા રાજુભાઇ જોરુભાઈ પરમારને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.