મોરબીની એલ.ઈ. કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ગત તા. 4 માર્ચના રોજ મોરબી પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઝ અને સામાન્ય જનતાને માહિતગાર કરવા માટે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ એલ. ઈ. પોલિટેક્નિક કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો.

- text

મોબાઈલ ફોન અને ઇન્ટરનેટના યુગમાં સાયબર ક્રાઇમ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે સાયબર ક્રાઇમની અવેરનેસ વધે તે માટે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ એસ.પી. કચેરી, સાયબર સેલ-મોરબી તથા એલ.ઈ. કોલેજના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. જેના અનુસંધાને એલ. ઈ. પોલિટેક્નિક કોલેજ ખાતે સાયબર એન્ડ્રોઇટ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ વતી PSI પી. ડી. પટેલ, એ. ડી. જાડેજા તથા એમ. એન. કંડીયાના તેમજ એલ.ઈ. કોલેજના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના હેડ એન. કે. ફાટકે, સીતાપરા સાહેબ તથા વાળા સાહેબએ સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- text