વાંકાનેર : વ્યાજખોરોના ત્રાસથી યુવાનના આપઘાતના પ્રયાસ મામલે ૧૧ સામે ફરિયાદ નોંધાઈ

- text


યુવાનની ફરિયાદના આધારે ૧૧ વ્યાજખોરો સામે ગુનો નોંધી વાંકાનેર પોલીસ તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના મહિકા ગામે યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગઈકાલે ફીનાઇલ પી લેતા તેને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જો કે આ યુવાને ફીનાઇલ પી લેતા પહેલા એસપીને ઉદ્દેશીને લખેલા પત્રમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં યુવાને ૧૧ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી નજરૂદિનભાઇ ગનીભાઇ બાદી (ઉ.વ. ૩૫, ધંધો બિલડીંગ મટીરીયલ્સ સપ્લાયર તથા ખેતી રહે. ગામ મહિકા, વાંકાનેર) વાળાએ આરોપીઓ ભગીરથસિંહ ઝાલા (રહે. વધાસીયા, રાજુભાઇ ઝાલા રહે. રાતીદેવળી), હરદિપભાઇ ઝાલા (રહે. વધાસીયા, વિનુભાઇ કનૈયા સાડીના શો રૂમ વાળા રહે. વાંકાનેર), નરેન્દ્રસિંહ ઝાલા (રહે. હાલ વાંકાનેર મુળ વધાસીયા), જગદિશભાઇ ઝાલા (રહે. વધાસીયા), પ્રકાશભાઇ પ્રભાતભાઇ લોખીલ (રહે. જાલસીકા), ગુલાબસિંહ જાડેજા (રહે. ધ્રનગર જામનગર), બાબાભાઇ કાઠી (રહે. મોલડી, ચોટીલા), ઇરફાનભાઇ અલીભાઇ બાદી (રહે. મહિકા હાલ ચંદ્રપુર), ઉસ્માનભાઇ આહમદભાઇ બાદી (રહે. મહિકા) વાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીએ પોતાના ધંધામાં પૈસાની જરૂરત પડતા આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે અલગ તારીખે અલગ અલગ વ્યાજદરે પૈસા લીધા હતા. જે આરોપીઓને પોતે લીધેલ રકમ અમુક ચુકવી દીધેલ હોય તેમ છતા આરોપીઓ ફરીયાદી પાસે પૈસાની પઠાણી ઉધરાણી કરી જો પૈસા નહી આપીશ તો ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપીઓએ ફરીયાદીને તુ જમીનનો પ્લોટ ભુલી જજે, જો કોઇ ઝધડો કરીશ તો જાનથી મારી નાખીશુ, તેમ મારી નાખવાની ધમકી આપી હતી. આ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગઈકાલે યુવાને ફીનાઇલ પી જતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. આ બનાવ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text