મોરબીની જે. એ. પટેલ કોલેજમાં સાયન્ટિફિક ઇવેન્ટ યોજાઈ

- text


મોરબી : મોરબીની જે. એ. પટેલ કોલેજમાં ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અનુસંધાને સાયન્ટિફિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધ્યાર્થીનીઓએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, માઈક્રો બાયોલોજી જેવા વિષયોમાં મહેનતપૂર્વક પોસ્ટર તથા મોડેલ પ્રેઝન્ટેશન કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. જે માટે કેટલીક વિદ્યાર્થીનીઓએ કોલેજની લેબોરેટરીમાં સંશોધન કાર્ય કર્યું હતું. આ ઇવેન્ટમાં કુલ 50થી વધુ વિદ્યાર્થીનીઓએ મોડેલ્સ અને પોસ્ટર્સ રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં આશરે 4000 લોકોએ હાજરી આપીને માણ્યું હતું. આ તકે પ્રખ્યાત લેખક આશુ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપ્યા હતા. તેમજ સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, વલમજીભાઇ અમૃતિયા, ડો, પ્રફુલ પટેલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો. રિત્વીજ રંજન, ડો. અતુલ માકાસણા તથા ડો. પ્રફુલ પટેલે હાજરી આપી હતી.

- text