મોરબીમાં આજે મિસ્ટર, મિસ, મિસિસ એન્ડ કિડઝ ફેશન શો યોજાશે

- text


બૉલીવુડ અભિનેત્રી શાઝહન પદ્મસી ઉપસ્થિત રહેશે

મોરબી : મોરબીમાં મહેશદાન ગઢવી દ્વારા મિસ્ટર, મિસ, મિસિસ એન્ડ કિડઝ યુનાઈટ 2020 ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેશન શોનો ગ્રાન્ડ ફિનાલે આજે તા. 29ના રોજ સાંજે 6 કલાકેથી ઉજ્જવલ ફાર્મ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે યોજાનાર છે. ફેશન શોમાં મિસ્ટર, મિસ અને મિસિસને વિનિંગ પ્રાઇઝમાં 11 હજારનો રોકડ પુરસ્કાર, ગોવાનું 4 ડે- 3નાઇટનું પેકેજ, પોર્ટફોલિયો, સર્ટિફિકેટ, શેષ, ટ્રોફી અને ગિફ્ટ વાઉચર તેમજ સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવશે. કિડઝ વિનરને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે. આ ફેશન શોમાં ચીફ ગેસ્ટ તરીકે બૉલીવુડ સેલિબ્રિટી ગેસ્ટ શાઝહન પદ્મસી ઉપસ્થિત રહેવાની છે. આ ફેશન શો ઓપન ફોર ઓલ છે. આથી ફ્રી એન્ટ્રી મળશે. આ ફેશન શોને નિહાળવા માટે આયોજકો દ્વારા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text