મોરબીના ખરાબ રોડ રસ્તા મામલે સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરિયાએ બળાપો ઠાલવ્યો

- text


મોટાભાગના માર્ગોની ચોમાસા પછીથી બદતર હાલત હોવાથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનો રોષ વ્યકત કર્યો

મોરબી : મોરબીના મોટાભાગના રોડ રસ્તાની ખરાબ હાલત છે. રસ્તાની અતિશય બદતર હાલત હોવાથી શહેરીજનોને ભારે પીડા ભોગવવી પડે છે. આથી, મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયાએ શહેરના ખરાબ રોડ રસ્તા મામલે ભારે રોષ વ્યકત કર્યો હતો. તંત્રની ક્યાંકને કયાંક ઢીલીનીતિના કારણે લોકોને ખરાબ રસ્તાથી મુશ્કેલીઓ ભોગવવી પડતી હોવાનો પણ બળાપો ઠાલવ્યો હતો.

- text

મોરબીમાં ગત ચોમાસામાં ભારે વરસાદથી મોટાભાગના માર્ગોનું ધોવાણ થઈ ગયું હતું. રોડની સાથે તંત્રની આબરુનું પણ ધોવાણ થઈ ગયું હતું. ચોમાસામાં પછી આખો શિયાળો પૂરો થઈ ગયો છત્તા હજુ શહેરના મોટાભાગના રોડ રસ્તા ખરાબ હાલતમાં છે. જો કે હમણાંથી એકાદ બે માર્ગોનું કામ શરૂ થયું છે. પણ એકંદરે આ રોડ રસ્તાની કામગીરીમાં એકદમ ઢીલીનીતિ તંત્ર દ્વારા દાખવવામાં આવતી હોવાથી શહેરના જાગૃત નાગરિક તરીકે મોરબી સીરામીક એસોના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ આ મામલે ભારે રોષ વ્યકત કર્યો છે. જેમાં મોરબીની વીસી હાઇસ્કુલથી છેક રવાપર ગામ સુધીના રોડની ધોર દુર્દશા થઈ ગઈ છે. આ રોડ એકદમ ભંગાર હાલતમાં ફેરવાઈ જતા લોકોને રોડ પરથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શહેરના મુખ્ય રસ્તાની હાલત અતિ ખરાબ છે. ચોમાસુ વીત્યું એને ઘણો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર આ ખરાબ રોડનું નવીનકરણ માટે હદ બહારની બેદરકારી દાખવી રહ્યું છે. જેથી સીરામીક નગરીમાં ખરાબ રોડથી લોકોએ ત્રાહિમામ પોકારી ગયા છે. આ મામલે તેમણે રોષ ઠાલવી તંત્ર ઝડપથી શહેરના તમામ રોડની યોગ્ય રીતે મરમત્ત કરે તેવી ટકોર કરી છે.

- text