ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની ઝુંબેશ માટે લગ્નમાં પ્રતિજ્ઞા લેતા જાનૈયા-માંડવિયા

- text


મોરબી : ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની હિમાયત માટે રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાઓ દ્વારા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબીમાં એક લગ્ન પ્રસંગે આ દિશામાં અનોખી પહેલ કરી છે.

- text

મોરબીમા વાણંદ જ્ઞાતિના પ્રવીણભાઈની પુત્રીના લગ્ન પ્રસંગે આંગણે આવેલી જાનના મહેમાનો સહિત લગ્ન પ્રસંગના પ્રારંભે ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતુ. ત્યાર બાદ વરરાજા સહિત ઉપસ્થિત મહેમાનોએ ગાય માતા વિશે તેઓના વિચારો જાહેરમાં વ્યક્ત કર્યા હતા. એ દરમ્યાન ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની હિમાયત માટેનુ લખાણ કર્યું હતુ. જેમાં ઉપસ્થિત તમામ મહેમાનોએ લેખિતમાં સહમતી દર્શાવી હતી. આ બાબતે વરરાજા ભાવિક અને તેમના પિતા અતુલભાઈએ પણ આ પ્રેરક વાતને વધાવી આવા પ્રયાસોને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ઉમેર્યું હતું કે લગ્ન જેવા પ્રસંગોએ આપણે આપણી માતાને કઈ રીતે ભૂલી શકીએ? આ પ્રેરક પ્રયાસને ઉપસ્થિતોએ આવકાર આપ્યો હતો. નીતિનભાઈ, પ્રવીણભાઈ સાહિતનાઓએ આ પ્રેરક વિચારને મૂર્તિમંત કરવા જહેમત ઉઠાવી હતી.

- text