મોરબીમાં જે. એ. પટેલ મહિલા કોલેજમાં છાત્રાઓનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબીમાં કડવા પા. ક. કે. મંડળ સંચાલિત જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનો વિદાયમાન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વલમજીભાઈ અમ઼તિયા તથા પ્રિ. પ્રફૂલભાઈ પટેલ દ્વારા વિદ્યા ઉપયોગી વકતવ્યો આપવામાં આવ્યાં હતા. ડૉ. ભાવેશ જેતપરિયા દ્વારા પ્રાસંગિક ભૂમિકા રજૂ કરવામાં આવી હતી. ડૉ. શારદાબેન જાવિયાએ સ્વાગત અને ડૉ. નયનાબેન ભાલોડિયાએ આભારદર્શન કરેલ હતું. વ્યવસ્થાપન ડૉ. રમેશ પવારે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન આસ્તાના સોહરવદી, ભૂમિ ઓડિયા, વિરલ વડાવિયાએ કરેલ હતું. વિવિધ પ્રવત્તિઓ અને ઉચ્ચ ટકાવારી લાવનાર વિદ્યાર્થિનીનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાત વિદ્યાર્થિનીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા. કોલેજકાળ, નારીશકિત, કેળવણી, ખટમીઠાં સંસ્મરણો વગેરે રજૂ કર્યા હતા. કોલેજ લાઈફ, સ્વાગત ડાન્સ, સાંસ્કૃતિક ડાન્સ જેવી ઈવેન્ટસ રજૂ કરવામાં આવેલ હતી. લાલજીભાઈ લો, પ્રો. ભરત સદાતિયા, ડૉ. તેજલબેન નસીત, પ્રો. વર્ષાબેન મોરી અને સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહેલ હતા.

- text