મોરબીની ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કુલમાં નેશનલ સાયન્સ ડેની વિજ્ઞાનમય ઉજવણી કરાઈ

- text


વિદ્યાર્થીઓએ જાતે બનાવેલા વિજ્ઞાનના આવિષ્કારરૂપ વિવિધ મોડેલ્સનું પ્રદર્શન યોજાયું

મોરબી : મોરબીની ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કુલમાં 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડેની વિજ્ઞાનમય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કુલ મોરબીના વિદ્યાર્થીઓએ જાતે બનાવેલા વિજ્ઞાનના આવિષ્કારરૂપ વિવિધ મોડેલ્સનું પ્રદર્શન યોજાયું હતું અને 50થી વધુ મોડેલ્સ રજૂ થયા હતા.

- text

ગ્રીન વેલી એક એવી કન્સેપ્ટ સ્કુલ છે, જ્યાં વિજ્ઞાનને રોબોટિક્સ સાથે જોડી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી લેબ્સ તથા રોબોટિક્સ સ્ટુડિયોમાં પ્રેક્ટિકલી શીખવામાં આવે છે. 3 માર્ચ 2020 ના રોજ નામાંકિત વૈજ્ઞાનિક ડૉ. જે. જે. રાવલ સાહેબની મુલાકાત થવા જઈ રહી છે ત્યારે ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કુલના બાળકોએ આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ધમાકેદાર ઉજવણી કરી હતી. જેમાં બાળકોએ જાતે બનાવેલા વિવિધ મોડેલ્સનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં 50થી વધુ મોડેલ્સ રજૂ થયા હતા. વિજ્ઞાનને સમજવા માટે દરેક નિયમ કે સિદ્ધાંતને અનુરૂપ વર્કિંગ મોડેલ બનાવવામાં આવ્યા હતા. અને તે કઈ રીતે કામ કરે છે તેનું પ્રદર્શન યોજાયું હતું. આ તકે સંસ્થાના ચેરમેન વિનોદ ખાંડીવાર તથા એજ્યુકેશન ડાયરેકટર દેવાંગ જાનીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું અથ થી ઇતિ સંચાલન બાળકો દ્વારા થયું હતું. સ્કુલના કેમ્પસ ડાયરેકટર ધર્મેન્દ્ર પટેલે આ કાર્યક્રમ દ્વારા વિજ્ઞાન વિષયમાં બાળકોની અભિરુચી વધશે, તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી અને સર્વેને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

- text