ભલગામ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ

- text


મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં કુલ 22 વિદ્યાર્થીઓ અને વાંકાનેર તાલુકામાં કુલ 4 વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરીટમાં સિલેક્ટ થયા છે. જેમાં ભલગામ પ્રાથમિક શાળાનાં ધો. 6ના વિદ્યાર્થી સુસરા ધર્મેશ સોમાભાઈ પાસ થયેલ છે. આથી, તેઓએ શાળાનું, ગામનું અને સમગ્ર તાલુકાનું નામ રોશન કરેલ છે. જે બદલ ભલગામ પ્રાથમિક શાળાના આચાર્ય ત્રિવેદી ભાવેશકુમાર એ તેઓને અભિનંદન પાઠવેલ છે.

- text