ગાંધીનગરના સીરામીક મશીનરી એક્સપોમાં કોરોનાનું કોઈ જોખમ નહિ : આયોજકોનો દાવો

- text


ચીનથી અને ઇટાલીથી કોઈ એક્ઝિબિટર્સ કે વિઝિટર્સ નહિ આવે : એક્ઝિબિશનના આયોજક મેસ્સે મુએન્ચેન ઇન્ડિયાએ કરી સ્પષ્ટતા

મોરબી : ગાંધીનગરમા મશીનરી એક્સપોમાં ચાઇનાના ભારતીય એજન્ટો અને ઇટાલીથી લોકો ભાગ લેવા આવવાના હોય જેથી તેમાં ભાગ લેવો કે નહીં તે અંગે સિરામિક ઉદ્યોગપતિઓ અવઢવભરી સ્થિતિમાં હતા. પરંતુ હવે એક્સપોના આયોજક મેસ્સે મુએન્ચેન ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે ચીનથી અને ઇટાલીથી કોઈ એક્ઝિબિટર્સ કે વિઝિટર્સ આવવાના નથી. જેથી આ એક્સપોમાં કોરોનાનું કોઈ જોખમ રહેશે નહીં તેવી ખાતરી આપવામાં આવે છે.

વિશ્વમાં ચીન સહિતના દેશોમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગાંધીનગરમાં આગામી માર્ચ મહિનામાં યોજનાર મશીનરી એક્ઝિબિશનના આયોજક મેસ્સે મુએન્ચેન ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સિરામિક્સ એશિયા 2020 મશીનરી એક્સપો એક ‘સલામત જગ્યા’ છે. ભારત સરકાર દ્વારા કોઈ ઔપચારિક જાહેરાત કે ઘોષણા કરી ન હોવા છતાં કોરોના વાયરસના લીધે અનેક અફવાઓ ફેલાઇ છે. આજ સુધી ભારતમાં કોરોના વાયરસના ફક્ત 3 નોંધાયેલા કેસો છે. જેમાં એક દર્દીનું ઈલાજ થયું છે અને બે દર્દીઓની સ્થિતિ સામાન્ય અને સ્થિર છે . અમદાવાદ ખાતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની મુલાકાતથી પણ આશ્વાસન થાય છે કે હાલના તબક્કામાં ગુજરાત કોરોના વાયરસથી સુરક્ષિત છે.

બિઝનેસ ટુડે મેગેઝિનના એક તાજેતરના અહેવાલ મુજબ, નોવેલ કોરોના વાયરસ તાપમાનમાં વધારા સાથે વધુને વધુ બિનઅસરકારક બને છે અને નીચા તાપમાને વધુ અસરકારક છે. ઉનાળાની શરૂઆતને કારણે ભારતમાં તાપમાનમાં વધારો થવાની શરૂઆત થતાં, દેશ વાયરસની જીવલેણ પકડથી પ્રમાણમાં સુરક્ષિત રહેવાની સંભાવના છે.

- text

ભારત સરકાર તાવ અને વાયરસના અન્ય લક્ષણો માટે દેશમાં પ્રવેશતા દરેક મુસાફરોની સંપૂર્ણપણે તપાસ જેવા વિવિધ નિવારક પગલાં લઈ રહી છે. 15 જાન્યુઆરી 2020 પછી કોઈપણ મુસાફરો કે જેણે ચીનનો પ્રવાસ કર્યો છે તે કોરેન્ટાઈનની અવસ્થામાં છે અને હવે સરકાર આંતરરાષ્ટ્રીય મુસાફરોને વિઝા આપવા માટે ટાળી રહી છે. ખ્યાતનામ કોરોના વાયરસના ખતરાના કારણે ચીની નાગરિકોને ભારતીય પ્રદેશોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. ઇટાલિયન સરકારે પણ તેના નાગરિકોને આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ મુક્યો છે.

નાગરિકો સુરક્ષિત રહે તે માટે સરકાર દેશની અંદર તીવ્ર નિવારક પગલાં લઈ રહી છે. સરકાર દ્વારા પ્રદર્શનો અને વેપાર મેળા જેવા જાહેર મેળાવડાને ટાળવા અથવા પ્રતિબંધિત કરવા માટે કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી.

ભારતીય સિરામિક્સ એશિયાના મેનેજમેન્ટે પણ કોરોના વાયરસના નિવારણ માટે વિવિધ પગલાઓ લીધાં છે. ફેર ગ્રાઉન્ડમાં ઓનસાઇટ ડોકટરો, સ્ટેન્ડબાય 24×7 એક એમ્બ્યુલન્સ, સરપ્લસ વોટર સપ્લાય તેમજ ઓનસાઇટ સેનિટાઇઝરની વ્યવસ્થા પણ હશે. મેસે મુએનચેન ઇન્ડિયા એ ભારતનું એક જવાબદાર અને પ્રખ્યાત ટ્રેડ શો આયોજક છે. ભારતીય સિરામિક્સ એશિયા 2020 માં ભારત સિરામીક અને ઈંટ ઉદ્યોગના સલામતી , આરોગ્યપ્રદ વાતાવરણ અને આદર્શ નેટવર્કિંગ પ્લેટફોર્મની ખાતરી કરવા માટે આયોજક કટિબદ્ધ છે અને યોગ્ય સાવચેતી લઈ રહ્યા છે. તેમ જણાવાયું છે.

- text