મોરબીમાં ન્યુ ડોલ્ફિન કિડ્સ કેર પ્રિ. સ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો

- text


મોરબી : ગત તા. 22 ફેબ્રુઆરીના રોજ લોહાણા બોર્ડિંગ ખાતે ન્યુ ડોલ્ફિન કિડ્સ કેર પ્રિ. સ્કૂલનો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિથી ભારતનાટ્યમ શૈલીમાં કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા વેલકમ ડાન્સ, પેટ્રીઓટિક ડાન્સ, બોલીવુડ ફ્યુઝન ડાન્સ, રાઇમિંગ ડાન્સ, મોમ્સ અને સન્સ ડાન્સ, મોમ્સ અને ડોટર્સ ડાન્સ અને સોલો ડાન્સ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ અને ભુલકાઓને પણ વિવિધ ગેમ્સ રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ન્યુ એર ગ્લોબલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી પૂજાબેન પાડલિયાની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી. સ્કૂલના ડાયરેક્ટર નીતાબેન ભોજાણીએ સ્કૂલની વિવિધ પ્રવૃતિઓની જાણકારી વાલીઓને આપી હતી અને સ્કૂલના નવા શૈક્ષણિક વર્ષ માટે એડમિશન ચાલુ હોવાનું જણાવ્યું હતું.

- text