મોરબી નજીક પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે જેતપર રોડ ઉપર તિરૂપતિ સિરામિક કારખાના સામેથી અંકિતભાઈ અરૂણભાઈ રાઠોડ રહે.સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબીવાળાને દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂ.10 હજાર તેમજ જીવતા કારતુસ નંગ 2 સાથે પકડી પાડી તેના વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text