મોરબીના ચકિયા હનુમાનવાળી શેરીમાં કપિરાજ દેખાતા ભારે કુતુહલ

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ચકિયા હનુમાન મંદિરવાળી શેરીમાં કપિરાજ દેખાતા બાળકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. કપિરાજે અવનવા વાનરવેડા કરીને બાળકોને ખુશ કરી દીધા હતા. આ કપિરાજ દેખાતા ખાસ કરીને બાળકો ગેલમાં આવી ગયા છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ચકિયા હનુમાન મંદિર વાળી શેરીમાં આજે એક કપિરાજ આવી ચડ્યા હતા. કપિરાજે એક મકાનમાંથી બીજા મકાનમાં ઉછળકુદ કરીને પોતાના અસલી મિજાજમાં વાનરવેડા કર્યા હતા. જો કે આ કપિરાજને નિહાળવા માટે આસપાસના બાળકો અને લોકો પણ એકઠા થઇ ગયા હતા. કપિરાજના વાનરવેડા જોઈને બાળકો ખુશ થઈ ગયા હતા. બાળકોએ કપિરાજને અવનવી ખાવાની વસ્તુઓ આપી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં અગાઉ કપિરાજ વિવિધ વિસ્તારોમાં ફરતો દેખાયો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી આ કપિરાજ દેખાયો ન હતો. ત્યારે આજે ફરી કપિરાજ આવી ચડતા ખાસ કરીને બાળકો ગેલમાં આવી ગયા હતા અને કપિરાજ જ્યાં જ્યાં ઉછળફૂદ કરે ત્યાં ત્યાં બાળકોએ પાછળ જઈને અનેરો આનંદ ઉઠાવ્યો હતો.

- text