ગુડ ન્યુઝ : મોરબીવાસીઓને હવે ફોરવ્હીલના લાયસન્સ માટે રાજકોટ ધક્કા ખાવા નહિ પડે!

- text


મોરબીના જાંબુડિયા ગામ પાસે નવી તૈયાર થયેલી આરટીઓ કચેરીએ 2 માર્ચથી ફોરવ્હીલ અને ટુ વ્હીલરોના પાકા લાયસન્સ નીકળશે

મોરબી : મોરબીવાસીઓ માટે એક મહત્વના ગુડ ન્યુઝ આવ્યા છે. જેમાં મોરબીવાસીઓને હવે ફોરવહીલના લાયસન્સ માટે રાજકોટ ધક્કા ખાવા નહિ પડે અને મોરબી આરટીઓ કચેરીએ હવેથી ફોરવ્હીલના લાયસન્સ નીકળશે. તેથી, હવે મોરબીવાસીઓને રાજકોટ ધક્કામાંથી મુક્તિ મળી છે.

મોરબી બાયપાસ પાસે આવેલી આરટીઓ કચેરી છેલ્લા કેટલાક સમયથી કાર્યરત કરવામાં આવી છે. પણ ફોરવ્હીલના ડ્રાઇવિંગના લાયસન્સ અહીંથી ન નીકળતા હોવાથી મોરબીના લોકોને ફોરવ્હીલના ડ્રાઇવિંગના લાયસન્સ રાજકોટ ધક્કા કરવા પડતા હતા અને ફોરવ્હીલના ડ્રાઇવિંગના લાયસન્સ માટે મોરબીવાસીઓને રાજકોટ ધક્કા કરવા પડતા હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે મોરબીવાસીઓને રાજકોટના ધક્કામાંથી મુક્તિ મળે તેવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે.

- text

જેમાં કમિશનરે આદેશ આપ્યો છે કે હવેથી મોરબીમાં ફોરવ્હીલના લાયસન્સ નીકળશે.જ્યારે મોરબી ટિબડી બાયપાસ પાસે આવેલ આરટીઓ કચેરીમાં લર્નિંગ અને ટું વ્હીલરોના લાયસન્સની કામગીરી હાલમાં ચાલુ છે. ત્યારે હવે તા.2 ને સોમવારથી જાંબુડિયા ગામ પાસે નવી તૈયાર થઈ રહેલી આરટીઓ કચેરીએ પાકા લાયસન્સની કામગીરી થશે. જેથી, હવે ફોરવ્હીલ લાયસન્સ કઢાવવા માટે મોરબીવાસીઓને રાજકોટ જવું નહિ પડે અને આ નવી જાંબુડિયા પાસે આવેલી કચેરી ખાતેથી જ હવેથી ટુ વ્હીલર અને ફોર વ્હીલરોના પાકા લાયસન્સ નીકળશે તેવું આરટીઓ અધિકારી જે કે પટેલે જણાવ્યું હતું.

- text