મોરબીમાં વિવિધ સાહસિક પ્રવૃતિઓ માટે પાંચ દિવસીય શિબિરનું આયોજન

- text


મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત ગુજરાતમાં સાહસિક પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી “ગુજરાતમાં સાહસિક પ્રવૃતિઓને પ્રોત્સાહન” કાર્યક્રમ મોરબી જીલ્લામાં ૫ દિવસ માટે યોજાનાર છે. જેમાં સાહસિક પ્રવૃતિઓને લગતી વિવિધ શિબિરોનું આયોજન થનાર છે. આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા શિબિરાર્થીઓએ કચેરી ખાતે સાદા કાગળમાં પાસપોર્ટ સાઈઝ ફોટો, નામ, સરનામું, સંપર્ક નંબર,સાહસિક પ્રવૃત્તિ કરેલની સંક્ષિપ્તમાં માહિતી આપી અરજીમાં સંપૂર્ણ વિગત સાથે તા. ૦૩/૦૩/૨૦૨૦ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે પહોંચતી કરવાની રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.

- text