હળવદ-ટીકર રોડ ઉપર ૨૬ માર્ચ સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ : કલેક્ટરનું જાહેરનામું

- text


હળવદ : મોરબી જિલ્લાના હળવદ-ટીકર રોડ પર ડામરની કામગીરી ચાલુ હોય આ રસ્તા પરથી પસાર થતાં ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર તા.૨૬/૦૩/૨૦૨૦ સુધી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામથી હળવદ ગામના રસ્તે ભારે વાહન પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ રસ્તાના વિકલ્પે ટીકરથી ઘાટીલા-ખાખરેચી હાઇવે માળીયા (મી) થઇ મોરબી તરફ તેમજ હળવદ માટે ટીકરથી ઘાટીલા-ખાખરેચી હાઇવે થી હળવદ તરફના રોડનો ઉપયોગ કરી શકાશે.

- text

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ-કોલેજના વાહનો, પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને તેમજ વાહનમાથી પાણી કે અન્ય કોઈ નુકશાનકર્તા વસ્તુ માર્ગ પર પડે નહી તેમજ ઓવરલોડ વજન ન ભરવાની શરતે મીઠા ભરેલ વાહનને ઉક્ત જાહેરનામાની જોગવાઇના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ સજાને પાત્ર બનશે.

- text