હળવદ પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી કાર ગોલાસણની સીમમાં મુકી બુટલેગર નાસી ગયો!

- text


૭૨ બોટલ દારૂ, ૪૪ નંગ બિયર, ૯૦ ચપલા, ૧ કાર મળી રૂ. ૨.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો : આરોપીની શોધખોળ ચાલુ

હળવદ : આજે બપોરના હળવદ પોલીસ હાઈવે પર પેટ્રોલિંગમાં હોય ત્યારે ત્યાથી પસાર થતી ઈન્ડીગો કાર શંકાસ્પદ લાગતાં તેને અટકાવવાની કોશિશ કરાઈ હતી પરંતુ ચાલકે કાર હંકારી મુકી હતી. જેથી, પોલીસે પણ કારચાલકનો પીછો કરતા કારચાલક ગોલાસણની સીમમાં કાર મૂકી નાસી ગયો હતો. જેથી, પોલીસે કારમા તપાસ કરતા તેમાંથી દારૂ-બિયર અને ચપલા મળી આવ્યા હતા. જેથી, પોલીસે રૂ. ૨.૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ મથકના પી.આઈ. સંદિપ ખાંભલાની સૂચનાને પગલે હળવદ પોલીસના સર્વેલન્સ સ્કવોડના જવાનો હળવદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા. તે અરસામાં ત્યાથી ઈન્ડિગો કાર શંકાસ્પદ રીતના પસાર થતા પોલીસના જવાનો દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કારચાલકે કાર હંકારી મુકી ગોલાસણ તરફ ભાગ્યો હતો. જેથી, પોલીસએ તેનો પીછો કરતા કારચાલકે દારૂ ભરેલી કાર ગોલાસણની સીમમાં રેઢી મુકીને નાસી છૂટયો હતો.

- text

પોલીસ ઘટના સ્થળે દોડી જઇ દારૂ ભરેલી કાર કબજે લઇ પોલીસ મથકે લાવવામાં આવી હતી અને તપાસ કરતા તેમાંથી ૭૨ બોટલ દારૂ, ૪૪ નંગ બિયર અને ૯૦ ચપલા મળી આવ્યા હતા. જેથી, પોલીસે રૂપિયા ૩૪ હજારનો દારૂ અને બે લાખની કાર મળી કુલ રૂ. ૨.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીમાં સર્વેલન્સ સ્કવોર્ડના યોગેશદાન ગઢવી, દેવુભા ઝાલા, વિક્રમભાઈ સિહોરા સહિતના પોલીસ જવાનો જોડાયા હતા.

- text