ચાંચાપરમાં ઢોર ચરાવવા મામલે યુવક પર હુમલો

- text


મોરબી : ચાંચાપર ગામમાં કચ્છ જિલ્લામાંથી આવેલ યુવક પર ઢોર ચરાવવા મામલે હુમલો કરવામાં આવ્યો હતો. ભોગ બનનાર યુવક દ્વારા આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

- text

આજે તા. 28ના રોજ સવારના 8-30 વાગ્યા આસપાસ કચ્છના ભચાઉ તાલુકામાંથી આવેલ ચાંચાપર રહેતા 30 વર્ષીય હાદાભાઈ હીરાભાઈ ભુણી પોતાના ઘેંટા-બકરા ચરાવી રહ્યા હતા ત્યારે ચાંચાપર ગામના જ હમીર ધનાભાઈ પાંચોટિયા અને કાળુંભાઈ રબારીએ હાદાભાઇને કહેલ કે તું છેક કચ્છમાંથી અહીં અમારી હદમાં કેમ ઢેાર ચરાવવામાં આવે છે? એમ કહીને ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. હાલમાં તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text