હળવદના તકિયા કબ્રસ્તાનમાં એક મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

- text


મહા મહેનતે લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

હળવદ: હળવદ શહેરમાં તળાવ પાસે આવેલ તકિયા કબ્રસ્તાનમાં રહેતા મૂંઝાવના રહેણાક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી આગના બનાવને પગલે આજુબાજુમાં રહેતા લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગને પગલે મકાનમાં રહેલ તમામ ઘરવખરી આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તળાવ કાંઠે આવેલ તકિયા કબ્રસ્તાનમાં રહેતા મુજાવર અબ્દુલશા ફકીર નો પરિવાર કોઈ કામ અર્થે બહાર ગયો હોય ત્યારે મોડી સાંજના તેમના રહેણાંક મકાનમાં અચાનક આગ ના ધુમાડા નીકળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી

આ આગને કાબુમાં લેવા આજુબાજુમાં રહેતા લોકો દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ બુઝાઇ ત્યાં તો મકાન માં રહેલ તમામ ઘરવખરીનો સરસામાન આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયો હતો

બનાવને પગલે હળવદ મુસ્લિમ સમાજના પ્રમુખ નઈકબાલભાઈ મીરા,મોહમ્મદભાઈ સુમરા,પરવેજ બાપુ,મુન્નાભાઈ સહિતના સમાજના અગ્રણીઓ તેમજ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા

- text

જો ફાયર ફાઈટરની સુવિધા હળવદમાં હોત તો ઘરવખરીનો અડધો સામાન બચી ગયો હોત

હળવદ શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર આગ લાગવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે જેથી જો મોટી આગ લાગે અને તેના પર કાબૂ ન મેળવાય તો મોરબી અથવા તો ધાંગધ્રા થી ફાયર ફાઈટરની ટીમ બોલાવવામાં આવતી હોય છે હળવદ શહેરમાં પાલિકા પાસે ફાયર ફાઈટરની સુવિધા ન હોવાને કારણે જ્યારે પણ આગ લાગે ત્યારે આગ પર કાબુ મેળવવા લોકો પાણીનો મારો ચલાવતા હોય છે પરંતુ આગપર કાબુ મળે ત્યારે તો જે નુકસાની થવાની હોય તે તમામ થઈ જતી હોય છે ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે હળવદ પાલિકાને ફાયર ફાઈટરની સુવિધા આપે.

- text