હળવદમાં તસ્કરોનો તરખાટ : દુકાન અને મકાનમાં હાથફેરો, જુઓ વીડિયો

૪૫ હજાર રોકડા, એક સોનાની સેર, એક વિટી, ચાંદીના બે સાંકળા સહિત રૂ. ૮૦ હજારની ચોરી : તસ્કરો સીસીટીવીમાં કેદ

હળવદ : હળવદમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જેમાં દુકાન અને મકાનમાં હાથફેરો કર્યો હોવાનું જાણવા મળે છે. તસ્કરોએ રૂ.૪૫ હજાર રોકડા, એક સોનાની સેર, એક વિટી, ચાંદીના બે સાંકળા સહિત રૂ.૮૦ હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં ગતરાત્રે તસ્કરોના ત્રાટક્યા હતા. જેમાં તસ્કરો દુકાન અને રહેણાંક મકાનમાં હાથફેરો કરી ગયા હતા. હળવદ શહેરના વૃંદાવન પાર્કમાં આવેલ અનાજ કરીયાણાની દુકાનમાં અને રહેણાક મકાનમાંથી તસ્કરો રોકડ તેમજ સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરીની ચોરી કરી ગયા હતા. જેમાં તસ્કરો રૂ. ૪૫ હજાર રોકડા, એક સોનાની સેર, એક વિટી, ચાંદીના બે સાંકળા સહિત રૂ. ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ગયાનું જાણવા મળે છે. જ્યારે તસ્કરો ચોરી કરતા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આ ચોરીના બનાવની જાણ થતાં હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા માટે તપાસ હાથ ધરી છે.