મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગ માટે રાજ્ય સરકારનું બજેટ રહ્યું નિરાશાજનક

- text


બજેટમાં ઉદ્યોગો માટે કોઈ રાહતલક્ષી જોગવાઈ જ ન હોવાનો સુર

મોરબી : ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલા બજેટમાં ઉદ્યોગ નગરી મોરબીને કોઈ ફાયદો થયો નથી. ખાસ કરીને સીરામીક, ઘડિયાળ સહિતના ઉધોગો માટે આ બજેટમાં કોઈ રાહતલક્ષી બાબત જ નથી. ઉધોગકારોને આ બજેટ એકંદરે નિરાશ કરનારું છે તેમ મોરબીના ઉધોગકારોએ સુર વ્યક્ત કર્યો હતો.

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજાએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બજેટમાં ઉધોગના હિતની કોઈ જોગવાઈ નથી. માત્ર ખેતી, શિક્ષણ, આરોગ્યના લગતું બજેટ છે. ઉધોગનો બજેટમાં કોઈ ફાયદો થાય એવી વાત નથી. મોરબીનો સીરામીક ઉધોગ ઘણા સમયથી મંદીમાં સપાડ્યો છે. ત્યારે આ બજેટમાં સીરામીક ઉધોગોને ઉગારવા માટે પ્રોત્સાહક નીતિની આશા હતી અને ગેસમાં વેટ છે તે વેટને કાઢીને જીએસટીમાં લાવવાની અને સીરામીક ઉધોગને વર્ષોથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા આપવાની માંગણી પણ આ બજેટમાં સંતોષાઈ નથી. ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાયાની સુવિધાઓનો વર્ષોથી અભાવ છે પણ આ માંગણીને નજર અંદાજ કરવામાં આવી છે અને બજેટમાં ઉધોગો માટે કોઈ ફાયદાકારક બાબત ન નથી. એકંદરે આ બજેટ મોરબીના સીરામીક ઉધોગ માટે નિરાશાજનક કહી શકાય છે.

- text

બજેટ અંગે મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જેન્તીભાઈ જેરાજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બજેટમાં મોરબી માટે ફાયદાની કોઈ વાત નથી. પણ ઓલ ઓવર બધાને રાજી રાખવાનો પ્રયાસ કરાયો છે. બજેટમાં ખેતીને ફાયદો સહિત ઓલ ઓવર બજેટ સારું છે તેમ તેમણે જણાવ્યું હતું.

જ્યારે રાજ્ય સરકાર દ્વારા આજે રજૂ થયેલા બજેટ અંગે પ્રતિક્રીયા આપતા મોરબી ક્લોક એસોસિએશનના પ્રમુખ શશાંક દગીએ જણાવ્યું હતું કે રાજ્યના બજેટમાં ઉધોગો માટે કોઈ રાહતલક્ષી જોગવાઈ નથી. આ બજેટને ઉધોગોને કોઈ ફાયદો થાય એમ નથી. પણ બજેટમાં ખેતી માટે રાહતની વાત છે એમાં ખેડૂતોને ફાયદો થાય તો લાંબાગાળે ખેડૂતોની આવક વધશે તો ઉધોગોને પણ ફાયદો થશે. એટલે ખેતી માટે બજેટમાં રાજ્ય સરકારની જોગવાઈ આવકાર દાયક છે. પણ ઉધોગો માટે બજેટમાં સીધી કોઈ રાહત આપવામાં આવી નથી.

- text