ટંકારા : ગ્રામસભામાં ભુગર્ભ ગટરના લાઈટ બીલના વેરા મામલે ભારે તડાફડી બોલી

ગ્રામસભામાં ભુગર્ભ ગટરને લઈને ગ્રામજનોએ સવાલોની ઝંડી વરસાવી

ટંકારા : ટંકારામાં ગ્રામસભા યોજવામ આવી હતી જેમાં ભુગર્ભ ગટરના લાઈટ બીલના વેરાને લઈને ભારે ગરમા ગરમી સાથે ચર્ચા વિચારણા થઈ હતી. ગ્રામ સભા ટંકારામા ચાલુ વર્ષે કરેલા કામોનો સરવાળો નગરજનોને વાચી સંભળાવ્યો હતો. અનેક પ્રશ્નની રજૂઆતમાં આરોપ પ્રત્યારોપ પણ લગાવ્યા હતા. આ ગ્રામસભામાં ભૂગર્ભ ગટર મુદ્દે ગ્રામજનોએ અનેક સવાલોની ઝંડી વરસાવતા તડાફડી બોલી ગઈ હતી.

ટંકારા ગામ પંચાયતની મંગળવારે કન્યા શાળા ખાતે ગ્રામ સભા મળી હતી. જેમા જુદા જુદા વિકાસ કામો અને આખાય વર્ષોથી થતી કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. જેમા સૌથી ચર્ચાસ્પદ મુદો ભુગર્ભ ગટરને લઈને ગ્રામ સભામાં ગ્રામજનોએ અનેક સવાલો કર્યા હતા અને ગરમા-ગરમ ચર્ચા થઈ હતી. ગ્રામજનોની એક જ માંગ હતી કે આકરણી નવી કરીને વેરો વસુલમાં આવે જે વપરાશ કરતા હોય તેવા તમામ વેરો લાગે અને વેરો ન ભરે તેના પર કડક પગલાં પણ પંચાયત લે, તદઉપરાંત દારૂ પીવાની રાવ રોડ રસ્તા સફાઈ મુદે પણ ચર્ચા કરી સાથે પંચાયત દ્વારા આવક સ્ત્રોત વધારવા માટે ચર્ચા કરી હતી. તેમજ સરકારી હોસ્પિટલમાં અપુરતી સવલતોના સવાલ પણ કર્યા હતા અને ગરીમા જાળવ્યા વિના ગ્રામસભામા ગરમા ગરમ ચર્ચા બાદ સભા પુરી કરી હતી.

આ તકે પંચાયત સભ્યો અન્ય વિભાગોના અધિકારીઓ ટંકારા ટીડીઓ નાગાજણ તરખાલા પુર્વ સરપંચ કાનાભાઈ, ભુપત ગોધાણી, રમેશભાઈ ગાંધી, હસુભાઈ કટારીયા, મુકેશ બાવાજી, કુશાભાઈ ખોખાણી, શૈલેષ પટેલ, રમેશભાઈ રબારી, સુકેતુભાઈ ગોપાલ ભરવાડ, હમીરભાઈ, ધર્મેન્દ્ર કકકડ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.