મોરબી વોર્ડ નં. 3 વિસ્તારમાં નવા રોડનું ખાતમુહૂર્ત કરાયું

મોરબી : મોરબીના સામા કાંઠે આવેલા વોર્ડ નં. 3 વિસ્તારમાં બનનારા નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મોરબીના સામા કાંઠે આવેલા વોર્ડ નં. 3 વિસ્તારમાં અંદાજિત રકમ રૂ. 1,30,000 ખર્ચે નવો રોડ બનવામાં આવનાર છે. આ રોડનું આજે તા. 27ના રોજ કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તે વિસ્તારમાં રહેતા દેવીપુજક સમાજ તથા દલિત સમાજ સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.